બોલિવુડ સ્ટાર્સથી લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના નેતાઓ અને બાળકોના લોક પ્રિય કાર્ટૂન વાળા પતંગોથી ધીમે ધીમે જામનગરની બજાર ઉભરાઈ રહી છે. જામનગરમાં 1થી લઈ 50 રૂપિયા સુધીના પતંગો જોવા મળી રહ્યા છે. ત્યારે ગત વર્ષ કરતા ઓણ સાલ પતંગના ભાવમાં 30 ટકા સુધીનો અને દોરા- ફિરકીના ભાવમાં 40 ટકા સુધીનો વધારો પણ ઝીંકાયો છે. બીજી તરફ માલની તંગી પણ વર્તાઈ રહી છે વેપારીઓના જણાવ્યા મુજબ એડવાન્સ રૂપિયા આપવા છતાં પણ પૂરતો માલ મોકલવામાં આવતો નથી. ઉતરાયણ પર્વને આડે હવે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગરની બજારોમાં ધીમે ધીમે રંગબેરંગ અને સેલિબ્રિટીઓના મોટી પતંગનું આગમન થયુ છે. નોટબંધી, જીએસટી અને મંદી, મોંઘવારી અને હવે કોરોના માહામારીને લઈને છેલા ત્રણથી ચાર વર્ષથી લોકોના ખિસ્સા ખાલી હોવાથી પતંગમાં લોકોએ રોકાણ કરેલી મુડી કાઢવામાં પણ વેપારીઓને મોઢે ફીણ આવી જાય તેવો ઘાટ હતો હવે જ્યારે કોરોના કહેર પ્રમાણમાં ઓછો પડ્યો છે ત્યારે વેપારીઓએ સારી કમાણી ની આશા સાથે ગત વર્ષથી દોઢ ગણો પતંગ અને માંજા સહિતનો માલ ભર્યો છે. બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઝીંકાયેલા તોતિંગ વધારાને લઈને મોંઘવારીનો બૉમ્બ ફૂટ્યો છે જેમાંથી પતંગ બજાર પણ બાકાત રહી નથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગના ભાવમાં 30 ટકા સુધીનો વધારો ઝીંકાયો છે.જ્યારે દોરીની ફીરકીના ભાવમાં પણ 40 ટાકાનો વધારો કરવામાં આવ્યો છે. છતાં પણ ગ્રાહકોને આકર્ષવા માટે પતંગ અને દોરીમાં વેરાયટીનો ખજાનો પણ રાખવો જ પડે. એટલે ન છૂટકે જામનગરના પણ પતંગના હોલસેલ વેપરીઓએ વધુ નાણાંનું રોકાણ કરીને પતંગનો જથ્થો ભર્યો છે હવે બજારમાં ઘરાકી નહિ નીકળે તો વેપારીઓ કુટાઇ જશે. પરંતુ ગત વર્ષે કોરોના ડરને પગલે ઉત્તરાયણ ધામધૂમથી ઉજવાઇ ન હોવાથી આ વર્ષે લોકડાઉન ના હોય અને પૂરતી છૂટછાત હોવાની લોકો તમામ ઉપાધિ છોડી આનંદ ઉલ્લાસ સાથે પતંગ ઉડાવશે તેવી વેપરીઓ આશા સેવી રહ્યા છે.વેપારીઓએ ગત વર્ષની સારખમણીઓએ એકથી દોઢ ગણો સ્ટોક કરી લીધો છે હવે બજારમાં ઘરાકી નહીં નીકળે તો ખુદ વેપારીઓ લપેટાઈ જશે.

previous post