બુટ ચપ્પલ પર આજ સુધી પાંચ ટકા જીએસટી સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો હતો પરંતુ હવે પાંચ ટકા માં સાત ટકાનો વધારો કરી 12% જી.એસ.ટી કરવાના નિર્ણય સામે સમગ્ર ગુજરાતભરમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે કે બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને તુરંત જ પરત ખેંચવામાં આવે નહિતર સામાન્ય વ્યક્તિના ખીચા પર ભારે મોંઘવારી આવે તેમ છે