Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચના આમોદથી રૂ.૮૨૩૮.૯૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચના આમોદથી રૂ.૮૨૩૮.૯૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરશે

 
જંબુસરમાં અંદાજે રૂ. ૨૫૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું કરશે ખાતમુહૂર્ત
 
વડાપ્રધાનશ્રી ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.૪૧૦૫ કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે
 
રૂ.૧૨૭.૫૮ કરોડના ખર્ચે રાજયમાં આકાર પામનાર ચાર ટ્રાઈબલ ઔધોગિક પાર્કનું ભૂમિપૂજન: રૂ.૧૦૦ કરોડના ખર્ચે અંકલેશ્વર એરપોર્ટ ફેઝ – ૧ ની કામગીરીનું વડાપ્રધાનશ્રી ખાતમુહૂર્ત કરશે
 
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ કાર્ય તથા વિવિધ ઔધોગિક આંતરમાળખાકીય પ્રોજેક્ટના રૂ.૮૨૩૮.૯૦ કરોડના વિવિધ કામોનું ભૂમિપૂજન,ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા.૧૦ ઓક્ટોમ્બરના રોજ સવારે ૯.૦૦ કલાકે ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી કરશે.

  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જંબુસરમાં અંદાજે રૂ. ૨૫૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત કરવા સાથે દહેજમાં રૂ.૫૬૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ,રૂ. ૩૦ કરોડના ખર્ચે અંકલેશ્વર અને પાનોલીમાં નિર્માણ થનાર મલ્ટીલેવલ ઔધોગિક શેડ તથા રૂ.૧૦૦ કરોડના ખર્ચે અંકલેશ્વર એરપોર્ટ ફેઝ – ૧ કામગીરીનું ખાતમુહૂર્ત કરશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.૪૧૦૫ કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.GACL ના આ વિવિધ પ્લાન્ટ થકી દેશના અમૂલ્ય વિદેશી હૂંડિયામણની બચત થવા સાથે રાષ્ટ્રને “આત્મનિર્ભર ભારત” ની દિશા તરફ આગળ વધવામાં મદદ કરશે. આ સાથે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) સાથેના સંયુક્ત સાહસ જીએસીએલ-નાલ્કો આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ (જીએનએએલ) પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

    વડાપ્રધાનશ્રી બનાસકાંઠા જિલ્લાના મુડેઠામાં રૂ.૭૦.૮૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર એગ્રો ફૂડ પાર્ક, ભરૂચ જિલ્લાના વાલીયા,છોટાઉદેપુરના વનાર,દાહોદના ચાકલીયા અને બનાસકાંઠાના અમીરગઢમાં રૂ. ૧૨૭.૫૮ કરોડના ખર્ચ નિર્માણ પામનાર ચાર ટ્રાઈબલ ઔધોગિક પાર્ક,વલસાડ જિલ્લાના કઠવાડી – દાંતી ખાતે રૂ.૮૯.૯૮ કરોડના ખર્ચ આકાર લેનાર સી – ફૂડ પાર્ક તથા મહીસાગર જિલ્લાના ખાંડીવાવ ખાતે રૂ.૧૭૬.૯૪ કરોડના ખર્ચ સ્થાપનાર MSME પાર્કનું ભૂમિપૂજન કરશે.

    વડાપ્રધાનશ્રી ભરૂચ શહેરમાં રૂ.૧૧૭.૫૩ કરોડના ખર્ચે આકાર પામેલ ભૂગર્ભ ડ્રેનેજ અને એસ.ટી.પી,રૂ.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઉમલા – અસા – પાનેઠા માર્ગ અને રૂ.૩૧૫ કરોડના ખર્ચે IOCL દ્વારા નિર્માણ થયેલ દહેજ – કોયલી પાઈપલાઈનનું લોકાર્પણ કરશે.

     આ પ્રસંગે કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષસી.આર.પાટીલ,શ્રી નાણા,ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ,વાહન વ્યવહાર મંત્રી શ્રી પૂર્ણશભાઈ મોદી, કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ,નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અલ્પાબેન પટેલ,સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો સર્વશ્રી ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા શ્રી છોટુભાઈ વસાવા, સંજયભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે.
 

संबंधित पोस्ट

New Covid-19 mutant XE could be most transmissible yettbb, says WHO

યેદિયુરપ્પા દીકરા વિજયેન્દ્ર માટે શિકારીપુરા સીટ છોડશે, સુપ્રીમ કોર્ટ તરફથી રાહતના સમાચાર

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના મેદાનમાં ઉતરશે ‘ગાંધી’ પરિવાર

Karnavati 24 News

ધ ગ્રેટ ખલી રાજકારણમાં, WWE રેસલરે બીજેપી જોઈન કર્યું, દિલ્હી મુખ્ય કાર્યાલયમાં તેને ભગવો ધારણ કર્યો

Karnavati 24 News

 જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવું જીમ આવ્યું તૈયાર કરવામાં

Karnavati 24 News

पिछले 5 वर्षों में नोटा के लिए 1.29 करोड़ वोट डाले गए: पोल राइट्स बॉडी

Karnavati 24 News