Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्यરાજકારણસ્થાનિક સમાચાર

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

2020ની સાલમાં કોરોનાને કારણે મ્યુ.કોર્પોરેશનના અમુક પ્રોજેક્ટની ગતિ રોકાયા બાદ કામગીરી પુન:: વેગવંતી કરવામાં આવી છે. આથી હવે વર્ષ ર0રરમાં મ્યુ.કોર્પો. દ્રારા શહેરને બે આવાસ યોજનાઓ, રેલ્વે ઓવરબ્રીજ માર્ચ- એપ્રીલમાં તેમજ રૂ.7 કરોડના ખર્ચે બનનારું જનરલબોર્ડનું ભવન વર્ષના અંતે પ્રાપ્ત થાય તે રીતે કામ ચાલે છે. મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2020-21ના નાણાકીય વર્ષના બજેટમાં શહેરમાં હાપા માર્કેટીંગ યાર્ડ અને લાલપુર બાયપાસ પાસે બે ફાયર સ્ટેશનો, નલ સે જલ યોજનાના રૂ.75 કરોડના પાઈપલાઈનના કામો, ગુલાબનગર સમ્પ ખાતે રૂ.1.68 કરોડના ખર્ચે સમ્પ ડીસ્મેન્ટલ કરીને નવો બનાવવા, ભુગર્ભ ગટરના રૂ.45 કરોડ ઉપરાંતના કામો સહિતના પ્રોજેક્ટો દર્શાવવામાં આવ્યા બાદ માર્ચ માસથી જ કોરોનાની બીજી લહેરે તંત્રના આયોજનને ખોરંભે ચડાવ્યું હતું. લેબરોના અભાવે પમ્પ હાઉસ, નલ સે જલ સહિતની યોજનાના કામો થોડો સમય ખોરંભે ચડ્યા હતા. જે બાદ સ્થિતિ સમાન્ય થતાં પ્રોજેક્ટ કાર્યો ફરી ગતિમાન થયા હતા. આગામી વર્ષ ર0રરની વાત કરીએ તો શહેરમાં દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જતા રસ્તા પર એક કી.મી.ની લંબાઈનો 30 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રીજ બની રહ્યો છે. જેનું કામ પુર્ણતાને આરે હોવાથી સંભવત: માર્ચ ર0રરમાં આ રેલ્વે ઓરવબીજ ઉપયોગ માટે તૈયાર થઈ જશે. મ્યુ.કોર્પોરેશનના મુખ્ય બીલ્ડીંગની પાછળ જર્જરિત જુની ઓફીસ તોડીને તે સ્થાને રૂ.7 કરોડના ખર્ચે કચેરી સહિતની સુવિધા ધરાવતો 200ની ક્ષમતાનો જનરલ બોર્ડ મીટીંગ હોલ બનાવવાની કામગરી ચાલુ થશે. જે કામ પણ સંભવત: વર્ષ 20રરમાં પુરું થઈ જશે. આ જ રીતે શહેરમાં બેડેશ્વર ઓવરબ્રીજના બેડેશ્વર બાજુના બંન્ને છેડે મ્યુ. કોર્પોરેશનના બે પ્રોજેક્ટો ચાલે છે. આ વિસ્તારમાં કોર્પોરેશનની ઈકોનોમિક વિકર સેક્શન વર્ગના લોકો માટે વન બેડ હોલ કિચન અને ટુ-બેડ હોલ કિચનના 272 આવાસો અને રૂમ.1.5 કરોડના ખર્ચે શહેરી ગરીબો માટે રેનબસેરા બનાવવાનું કામ ચાલુ છે. આ ઉપરાંત રણજીતસાગર રોડ પર આવેલી ઘાંચી કોલોની તરીકે ઓળખાતા વિસ્તારમાં વન બેડ હોલ કિચન ધરાવતા 96 આવસો નિર્માણાધિન છે. જે કામો માર્ચ- એપ્રીલ આસપાસ પુરા થવાની શક્યતા છે.

संबंधित पोस्ट

માંગરોળ માં ઘરનો કબાટ તોડીને 1.39 લાખની માલમતા ની ચોરી

Admin

દીવમાં પાંચ પાર્કીંગ સ્થળોની થઇ હરાજી થતા અનેક લોકોએ આ રાજીમાં ભાગ લીધો હતો

Admin

मोनसून में वायरल फीवर यदि होता है तो जानिए इन घरेलू नुस्खों से बचने के आसान तरीके

Karnavati 24 News

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

Karnavati 24 News

 અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, રવિવારે મતદાન

Karnavati 24 News

CM ભૂપેન્દ્ર પટેલ સહિત 18 જેટલા મંત્રીઓ લઈ શકે છે આવતીકાલે શપથ, રાજ્યમાં 7મી વખત ભાજપની સરકાર બનશે

Admin