Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

29મીના રોજ ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સ્ટેડિયમનું કરશે ઉદ્ધાટન, કુલ પાંચ તબક્કામાં કરાઈ છે વ્યવસ્થા

અમદાવાદમાં નવનિર્માણ પામી રહેલ નારણપુરા સ્ટેડિયમનું ઉદ્ધાટન 29મીના રોજ અમિત શાહ દ્વારા કરવામાં આવશે. રૂપિયા 631.77 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ સ્ટેડિયમમાં સ્પોસ્ટ્સ કોમ્પલેક્ષમાં 4 આંતરરાષ્ટ્રીય કક્ષાના કોમ્પલેક્ષ ઉભા થનાર છે. આ સ્ટેડિયમમાં 300 ખેલાડીઓના રહેવા સાથે રમત રમી શકે તે માટે કોમ્પલેક્ષમાં વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સ્ટેડિયમનું બાંધકામ 20.39 એકર જમીન પર કરવામાં આવ્યું છે. જેમાં ટેબલ ટેનિસ, બોક્સિંગ, ટેકન્વોડ, બેડમિન્ટન, રેસલિંગ, ફેંસિંગ ઓલિમ્પિક કક્ષાએ રમી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.

આ સ્ટેડિયમમાં એક કોમ્યૂનિટી ક્લબ ક્લાસ બનાવાશે જ્યારે ઈન્ડોર સ્પોર્ટ્સ અને ફિટ ઈન્ડિયા ઝોન બનાવાશે. જેમાં સ્થાનિક નાગરિકો દરરોજ ઉપયોગ કરી શકે તે રીતે યોગ, ઓપન જીમ, બાળકો અને વૃદ્ધોની એક્ટિવિટી માટે રહેશે. આ સ્ટેડિયમનું કામ 30 મહિનામાં પૂરું કરાશે. આ સ્ટેડિયમના ગ્રાઉન્ડમાં 8700 પ્રેક્ષકો ઉપસ્થિત રહી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  આ આખા પ્રોજેક્ટને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ત્યારે SVP હોસ્પિટલ બાદ આ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી તરફથી શહેર માટે નવું નજરાનું હશે.

संबंधित पोस्ट

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

Karnavati 24 News

 ગલોલીવાસણાના કોકિલાબેન ઠાકોર હરિફથી 73 મત વધુ મેળવી વિજેતા

Karnavati 24 News

શું એકનાથ શિંદેને ઝટકો આપશે ફડણવીસ? ઉદ્ધવ જૂથના દાવાથી રાજકીય હલચલ તેજ

Admin

ભારત જોડો યાત્રાને અધવચ્ચે છોડીને ED સમક્ષ હાજર થયા ડીકે શિવકુમાર, નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

વિદ્યાપીઠ પરિસરમાંથી ચાર દિવસમાં 594 મેટ્રિક ટન જેટલા કચરા અને ભંગારનો નિકાલ

Admin
Translate »