Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ઇકો ગાડીનું સાઈલેન્સર ચોરતી ટોળકી સક્રિય પાર્ક કરેલી ગાડીઓમાથી રાત્રીના સમયે સાઈલેન્સરોની ચોરી

ભરૂચ જિલ્લાના આમોદ નગર માં ઇકો ગાડીનું સાઈલેન્સર ચોરતી ટોળકી સક્રિય

ભરૂચના આમોદ નગર મા  ઘર આંગણે પાર્ક કરેલી ગાડીઓમાથી  રાત્રીના સમયે સાઈલેન્સરોની ચોરી

ભરૂચ  જિલ્લાના  આમોદ નગરમાં ઘર આંગણે પાર્ક કરેલી ઇકો ગાડીના સાઈલેન્સરોની ચોરીના બનાવો બનતાં નગરજનોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.સાઈલેન્સર ચોર ટોળકી સક્રિય હોવાનું માનવામાં આવી રહ્યું છે.જેથી પોલીસ  નાઈટ પેટ્રોલીંગ  સધન   બનાવી  આવા  ચોરોનેર તાત્કાલિક  જેર  કરે  તેવી માગ બળવત્તર બની છે.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદમાં ગણેશ નગરમાં રહેતા અર્પિત હરેન્દ્ર પઢીયારની ઇકો ગાડી ઘર આંગણે પાર્ક કરેલી હતી ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઇકો ગાડીનું સાઈલેન્સર ચોરી ગયા હતા.તેમજ  ગુજરાત સોસાયટીમાં રહેતા યુસુફ રહીમ જાદવની ઇકો ગાડી સવારે આછોદ ચોકડી પાસે પાર્ક કરેલી હતી.ત્યારે મળસ્કે કોઈ અજાણ્યા ચોર સાઈલેન્સર ચોરી ગયા હતાં.આમ એક જ રાત્રીમાં બે ઇકો ગાડીમાંથી સાઈલેન્સર ચોરીના બનાવો બનતાં પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા થયા છે.આમોદ પોલીસ મથકે ઇકો ગાડીમાંથી સાઈલેન્સર ચોરીના બનાવો બાબતે બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ હતી.
વલીભાઇ બાબરીઆ.ભરૂચ

संबंधित पोस्ट

રાજકોટની કૉર્પોરેશન ઓફિસ પણ હવે સેફ નથી: બે સફાઈ કર્મચારીઓએ કરી ચોરી, કરાયો સસ્પેન્ડ

ખનીજ ચોરી પર નવનિયુક્ત પીઆઈની કાયર્વાહી , બ્રાહ્મણી નદીમાંથી ખનીજ ચોરી કરતા ૫ ડમ્પર ઝડપ્યા

Karnavati 24 News

જામનગર શહેર માં વધુ એક રિસવત ખોર ને પકડતી પોલીસ

Karnavati 24 News

પેરિસથી આવેલા પાર્સલમાં 15 કરોડનું ડ્રગ્સ મળ્યું, મુંબઈ એરપોર્ટ પર DRIની કાર્યવાહી

Admin

જૂનાગઢના વિશાળ હડમતીયાના પાટીયા પાસે ઢોળવા ગામના યુવાનને હનીટ્રેપ માં ફસાવી અપહરણ કરી માંગી ૧.૨૦ લાખની ખંડણી

Karnavati 24 News

ઓલપાડના કીમ ગામે ચકચારિત પતી દ્વારા પત્નીની હત્યાનો મામલો ,હત્યા બાદ ભાગતા પતિના સીસીટીવી આવ્યા સામે

Karnavati 24 News