Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

તળાજા નગરપાલિકાના 70 કામદારો ને છુટા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો

તળાજા નગરપાલિકાના 70 કામદારો ને છુટા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો

 
તળાજા નગર પાલિકા પ્રમુખ, ચીફ ઓફ્સિર સહિતના હોદ્દેદારોએ આજે પાલિકાના હિતમા હિંમતભર્યો નિર્ણય લિધો હતો. મહેકમ કરતા વધુ હોય અને કામ નહિ કરતા ૭૦ કોન્ટ્રાક્ટ બેઝના કર્મીઓને છુટા કરતા ખળભળાટ મચી ગયો હતો. મહેકમ કરતા વધુ નગરપાલિકામાં એવા અનેક કર્મચારીઓ હતા જેનો ભાર પાલિકા વેંઢારતી હતી. આ મુદ્દો વારંવાર ચર્ચા ની એરણે ચઢતો હતો. કોઈ સગા તો કોઈ વ્હાલાને પાલિકામાં નોકરીએ રખાવી જશ ખાટવા આવતો હતો. એ કર્મીઓને પાલિકા નગર વાસીઓ પાસેથી કરવેરો ઉઘરાવતા તેમાંથી ચૂકવતો હતો.આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવતો હતો.આવા કર્મચારીઓને ગુરૂવારે સાંજના સમયે કાલથી ન આવતા તેવુ ફ્લેનમા જ કહી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે છૂટા કરાયેલ કર્મચારીઓ અને નગરસેવકોના મોબાઈલ રણકવા લાગ્યા હતા. આ બાબતે ચીફ ઓફ્સિર પટેલ એ જણાવ્યુંહતું કે પાલિકાના હિત માટે આ પગલું ભરવું જરૂરી હતું.તેના માટે સત્તાધીશનો પણ સહકાર મળ્યો હતો.આથી સિત્તેર જેટલા કર્મીઓને છુટા કરવામાં આવ્યા છે. જેમાં બગીચા, કૂવા, ગટર, વેરા વસૂલાત, વોટર વર્કસ સહિતની તમામ શાખા માંથી જરૂર ન હોય તેને છૂટા કરવામાં આવ્યા છે. આ બધાજ કોન્ટ્રાક્ટ બેઝ કર્મીઓ હતા. સિનારિયો તો એવો જોવા મળતો કે કલેકટર કચેરીએ એકાદ બે પટ્ટા વાળા હોય પરંતુ પાલિકા મા છ છ પટ્ટાવાળા જોવા મળતા હતા. એક સાથે ૭૦ કર્મીઓને છૂટા કરવામાં આવ્યાં છે ત્યારે હવે પાલિકા ની રોજિંદી સાઈ પાણી વિતરણ સહિતની સેવા મા કોઈ તકલીફ પડે છે કે કેમ તે આવતા બે ત્રણ દિવસમા ખબર પડી જશે તેવી પણ ચર્ચા પાલિકા વર્તુળ મા ઉઠી હતી.

संबंधित पोस्ट

कोटा में कोचिंग कर रहे दो छात्रों की डूबने से हुई मौत

Admin

कलयुगी पत्नी ने पति को करंट लगाकर तड़पा तड़पा कर मारा

Admin

જામનગર માં સામાન્ય બાબત થી માતા પિતા ને છરી ની અણી બતાવી મારી નાખવાની ધમકિ

Karnavati 24 News

JNUમાં બ્રાહ્મણ વિરોધી નારાથી ઉશ્કેરાયુ ABVP, ગિરિરાજ સિંહે બોલ્યા – ટુકડે-ટુકડે ગેંગનું કેન્દ્ર છે

Admin

ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા સર્વેલન્સ ટીમ

Admin

मेडिकल की आड़ में अवैध अस्पताल चला रहे है फर्जी डॉक्टर, आए दिन ले रहा है मासूमों की जान अनदेखी व लापरवाही का खामियाजा मासूम ग्रामीणों को भुग

Admin
Translate »