Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આજથી શરૂ થશે વલસાડ, વાપી, બાંદ્રા અને સુરત વિરાર શટલ

વિરાર-સુરત ટ્રેન નં.59037/59038, વિરાર-વલસાડ ટ્રેન નં.59039, વાપી-વિરાર ટ્રેન નં.59040, બાંદ્રા ટર્મિનસ-વાપી ટ્રેન નં.59045 અને વલસાડ-બાંદ્રા ટર્મિનસ ટ્રેન નં.59046 શરૂ કરવા ટ્વિટર પર જાહેરાત કરી હતી. બાંદ્રા ટર્મિનસથી 9-15, વાપી અને વાપીથી 13-25 વિરાર સુધી અને તે જ રીતે વિરાર થી 17.05 ઉપડી વલસાડ 20.50 ઉપડી સુરત 23.20 કલાકે પહોંચશે. <br /><br />બીજે દિવસે સુરતથી 04.15 ઉપડી વલસાડ થી 6.18 અને 9.55 કલાકે વિરાર પહોંચશે. આજ રીતે વાપીથી બપોરે 14.00 કલાકે ઉપડી વિરાર સાજે 16.30 કલાકે પહોંચશે. વલસાડથી સાંજે 16.35 વાગે ઉપડતી મેમુ રાત્રે 21.10 કલાકે બાંદ્રા પહોંચશે.પશ્ચિમ રેલવે અને કેન્દ્ર સરકારે લોકલ ભાડાના બદલે સ્પેશિયલ તરીકે ચાલુ રાખી છે અને તેને એક્સપ્રેસ કરી છે એટલે કે હવે મોટા ભાગની લોકલ મેમુ શટલ એક્સપ્રેસ ભાડે દોડાવી કોરોનાના ભયાનક કાળમાં મુસાફરોને લૂંટી આર્થિક ડામ આપી રહી છે. <br /><br />દૈનિક રોજમદારોને માસિક પાસ સુવિધા માત્ર લોકલ ટ્રેન માટે ચાલુ કરી છે. દૈનિક મુસાફરો માટે ઉપયોગી વલસાડથી સવારે 6 વાગે ઉપડતી અમદાવાદ લોકલ કે વિરમગામ મુંબઈ સેન્ટ્રલ લોકલની પણ તીવ્ર માંગ કરી રહ્યા છે તે કેમ શરૂ કરતા નથી તેવો સવાલ મુસાફરોમાં ઉઠ્યો છે.રેલવે યાત્રીઓને લાગે છે કે હવે તમામ શટલ લોકલ માટે મેમુની જ રૅક દોડશે અને એક્સપ્રેસ ભાડુ લેશે.

संबंधित पोस्ट

પોરબંદરમાં દારૂની ગાડી ઉતારી લેવાની ખોટી બાતમી આપનાર શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ

Karnavati 24 News

જૂનાગઢના માંગરોળ પંથકમાં એક વ્યક્તિ પર સિંહે હુમલો કરતાં ઇજાગ્રસ્ત

Karnavati 24 News

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારાના પ્રવાસે પધાર્યા

Karnavati 24 News

 કાલાવડના નગરપીપળીયા ગામે ટ્રકે ૧૧ કેવીના વીજપોલને ઠોકરે ચડાવી એક લાખની નુકસાની પહોચાડી

Karnavati 24 News

સુરત માં શિવરાત્રી ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડા પુર ઉમટયું

Karnavati 24 News