જામનગરમાં રણમલ તળાવમાં કુદકો લગાવતા જ એક પોલીસકર્મીએ પળનો વિચાર કર્યા વગર જ કુદકો મારી તેણીનો જીવ બચાવી લીધો હતો. હીરજી મિસ્ત્રી રોડ પર રહેતા પ્રૌઢ મહિલાએ કયા કારણોસર કુદકો લગાવ્યો એ કારણ બહાર આવ્યું નથી. પરંતુ પોલીસકર્મીની બહાદુરીને પરિણામે મહિલાનો જીવ બચી ગયો છે. આ બનાવની વિગત મુજબ શહેરના રણમલ તળાવના પાછળના ભાગમાં શુક્રવારે બપોરે એક મહિલા કોઈ રીતે પડી ગયા હતા. આ ઘટના સમયે દિગ્વિજય પ્લોટ ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેષ ગઢવીએ નજરે જોઈ હતી. જેને લઈને તેઓએ એક પલનો પણ વિચાર કાર્ય વિના જ હિમત દાખવી પાણીમાં કુદકો લગાવ્યો હતો અને અર્ધ બેસુધ્ધ થઇ ગયેલ તેણીએ ખેચીને બહાર લાવ્યા હતા. ત્યારબાદ ફાયરબ્રિગેેડને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ફાયરનો કાફલો તથા 108 ઘટના સ્થળે ધસી ગયા હતા. ફાયરના જવાનોએ તે મહિલાને ચકાસતા તેઓ જીવિત જણાઈ આવતા 108 મારફતે આ મહિલાને જી. જી.માં સારવારમાં મોકલવામાં આવ્યા છે.પોલીસની તપાસમાં મહિલાનું નામ જયશ્રીબેન વિનુભાઇ ચાંદ્રા અને હિરજી મિસ્ત્રી રોડ પર રહેતી હોવાનું ખુલ્યું હતું. જોકે તેણીનું પાણીમાં પડવાનું કારણ હજુ જાણી શકાયું નથી.