ઉંઝા તાલુકાના શિહી થી ટૂંડાવ રોડ અને વરવાડા થી ટૂંડાવ રોડ ઉપર અંદાજીત 80 લાખ રૂપિયાનું બોક્સ કન્વર્ટ (નાળા કામ) નું ખાત મુહુર્ત મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અને ઉનાવા જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ પટેલ ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વિપુલભાઈ પટેલ (ઉપકાર) તેમજ કામલી જિલ્લા પંચાયત સીટ ના સદસ્ય સુમિત્રાબેન કનુભાઈ પટેલ તેમજ શિહી તાલુકા પંચાયત સીટ ના સદસ્ય સોનલબેન યોગેશભાઈ પટેલ તેમજ શિહી ગામના અને મહેસાણા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ ઉજમ પરમાર તથા ઊંઝા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ પટેલ(ઉપકાર) તેમજ મહેસાણા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય ડાહ્યાભાઈ એચ પટેલ તેમજ ટૂંડાવ ગામ ના પૂર્વ સરપંચ અને પૂર્વ ડેલીગેટ મનોજભાઈ પટેલ અને શિહી ,ટૂંડાવ,અમૂઢ અને વરવાડા ગામ ના ખૂબ મોટી સંખ્યા માં હાજર રહી ને શિહી થી ટૂંડાવ રોડ ઉપર શિહી ગામ નજીક ડીપ ઉપર બોક્સ કન્વર્ટ(નાળા કામ)નું ખાત મુહુર્ત કરવા માં આવ્યું.આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરિભાઈ એ તેમના વ્યક્તવ્ય માં લોકો ને જણાવ્યું હતું કે ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી ની લાગણી શીલ સરકાર માં ઊંઝા તાલુકા ના ધારા સભ્ય સ્વ. આશાબેન પટેલને યાદ કરી ને તેઓ આ વિસ્તાર માં લોકો ને પડતી મુશ્કેલીઓ ને ધ્યાન માં લઇ ને ઘણા વિકાસ ના કાર્યો માં સિંહ ફાળો રહ્યો છે.તેમની સાથે રહી ને માતપુર થી બ્રાહ્મણવાળા સુધી ની પાઇપ લાઇન નું કામ મંજુર કરાવી ને જે હાલ માં પૂર્ણતા ના આરે છે.જેનો ફાયદો ઊંઝા તાલુકા ના શિહી ,સુણક,ડાભી ,સુરજનગર વિસલવાસના,કણી, ટૂંડાવ,વરવાડા,વિસોળ, અમૂઢ,મકતુંપુર તેમજ બ્રાહ્મણવાળા પછી આવતી ધરોઈ કેનાલ માં આવતા તમામ ૪૪ ગામો માં સિંચાઈ નો લાભ અને મોટા ભાગ ના ગામો ને તળાવ ભરવા ના કામે લાગશે જેના લીધે કુવા અને બોર ના પાણી ના સ્તરો ઊંચા આવશે.તેમને વધુ માં જણાવ્યું હતું કે ટૂંડાવ નો દાખલો આપતા જણાવ્યું હતું કે ટૂંડાવ ગામે પાણી ના વહેણ માં એક ડોકટર નું તણાઈ જવાથી મૃત્યુ થયું હતું ત્યારે લોકો ની માગણી ને ધ્યાને રાખીને સરકાર માં ટૂંડાવ ગામ નજીક વી. આર.બી તાત્કાલિક મંજુર કરાવ્યો.અને તેવો જ અકસ્માત વરવાડામાં પણ થયેલો,આવા ઘણા કામો ગુજરાત સરકાર માં માં મંજુર કરવા માં લોકલ ધારાસભ્યઓ,સંસદ સભ્ય ઓ,જિલ્લા પંચાયત ના પ્રમુખ ઓ, તથા જિલ્લા સદસ્યઓ નો,તાલુકા પંચાયત ના પ્રમુખઓ ,અને જે તે વિસ્તાર ના તાલુકા ડેલીગેટ નો અમૂલ્ય ફાળો રહેલો છે
