Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 નડિયાદ ખાતે સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપાઇની જન્મ જયંતિ ૨૫મી ડિસેમ્બરને સમગ્ર ગુજરાતમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૫મી ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું, ત્યારથી સમગ્ર ગુજરાતમાં વહીવટીતંત્રને વધુ પારદર્શી અને લોક ઉપયોગી બનાવવાની પ્રક્રિયા સતત ચાલુ છે. જેના ભાગરૂપે સાત દિવસ સુધી કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. આજે ખેડા જિલ્લામાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમગ્ર રાજયમા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. સુશાસન દિવસની શરૂઆતમાં જ મુખ્યમંત્રીએ ગુજરાતને આગળ લઇ જવા માટે જે જે સ્વપ્નાઓ અને વિચારો છે તેને અમલી બનાવવા માટે આજ થી શરૂઆત કરી છે. ખેડા જિલ્લામાં પણ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પણ આજ થી તેની શરૂઆત કરી છે. સુશાસન દ્વારા પ્રજજનોને સારામાં સારી સુવિધાઓ સરળતાથી અને સહજતાથી કેવી રીતે મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આવનારા વર્ષમાં કરવાના કામોનું આયોજન પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરી રાજય કક્ષાએ મોકલી આપવામાં આવ્યું છે. જે ખેડા જિલ્લાના વિકાસમાં ખુબ જ ઉપયોગી થશે. જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ ડિઝીટલ ગુજરાત અંગે જાણકારી આપીને જણાવ્યું હતું કે, હાલના તબકકે ૨૫૬ જેટલી સેવાઓનું ડિઝીટલાઇઝેશન થઇ ગયું છે. ત્યારે ખુબ જ ટુંકા ગાળામાં ૪૦૦ થી વધુ સેવાઓનું ડિઝિટલાઇઝેશન થવાથી નાગરિકોને ઘરે બેઠા બેઠા જ મોટા ભાગની તમામ સેવાઓનો લાભ ખુબ જ સરળતાથી મળશે તેમજ તેઓની જરૂરીયાતની માંગણીઓ જે તે કચેરી ખાતે કયા તબકકે છે તે પણ ઘરે બેઠા જ જાણી શકશે. આમ, નાગરિકોના પૈસા અને સમયની બચત સાથે સાથે પારદર્શી, ત્વરીત અને સરળતાથી કામ થઇ શકશે. આ પ્રસંગે ગાડિયાળા પ્રા.શાળાના શિક્ષક નિમેષકુમારે સરકારીની સેવાઓ તથા વિશ્ર્વના નકશાઓ અને વિવિધ સ્થળો અંગેની માહિતીનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કર્યું હતું જયારે શિક્ષક હિરેનભાઇ શર્માએ ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણ દર્શન વાન બનાવી હતી તેને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ ખુલ્લી મુકી હતી. આ વાનમાં ૫૦૦૦ થી વધુ શિક્ષણ અને સંસ્કૃતિને લગતા વિડિયોનો સંગ્રહ છે. જે શિક્ષકો, નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી થઇ શકે તેમ છે. આ પ્રસંગે વંદે માતરમના માધ્યમથી મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાંત અધિકારી એમ.કે.પ્રજાપતિએ સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઇ પટેલ, પાણી પુરવઠા અધિકારી ડાંગી, વાસ્મોના મેનેજર મહેતા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિશાબા ચુડાસમા, જિલ્લા પુરવઠા અધિકારી ભાર્ગવ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

—————————————————

संबंधित पोस्ट

PM કિસાન સન્માન નિધિ યોજનાઃ PM કિસાન યોજનાનો 10મો હપ્તો આજે જાહેર થશે, 10 કરોડ પરિવારોને મળશે લાભ

Karnavati 24 News

રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારત કોનો સાથ દેશે

Karnavati 24 News

ધ્રાંગધ્રા – હળવદના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાને કોરોના પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયા

Karnavati 24 News

ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા ભારે હલચલ,હાર્દિક પટેલે કેસરિયા વાળું DP મુકીને કર્યો મોટો ઈશારો

Karnavati 24 News

વડોદરા શહેરના આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે પહોંચી, 15મી ઓગસ્ટે રાત્રે 212 ફૂટે લેવલ સેટ કરાયું

Karnavati 24 News

ઉમેદવારો હવે ચૂંટણી ખર્ચ માટે ઓનલાઇન ક્રાઉડફંડિંગ તરફ વળ્યા . .

Admin
Translate »