આનંદી સંસ્થા અને માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા માળીયા મેઈન ચોરાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં માળીયા તાલુકા અને નગર પાલિકા તેમજ વાંઢ વિસ્તારમાં વર્ષો જુના પ્રશ્નો વિષે આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી
માળિયા મહિલા સંગઠન દ્વારા આવેદન પાઠવીને વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી જે નીચે મુજબ છે
1)માળીયા મેન બજાર માં ખુલી ગટરો ના કારણે બીમારી નું પ્રમાણ વધે છે. જે ખુલી ગટરો બંધ કરવા માંગ
2) વંચિત સમુદાય ના કુટુંબો ને BPL યાદી માં સમાવેશ.
3) નગર પાલિકા ની વાંઢ વિસ્તાર માં વર્ષો સુધી આંગણવાડી નથી જ્યાં બાળકોના પોષણ અને શિક્ષણ ને ધ્યાનમાં રાખી મીની આંગણવાડી ની માંગ
4) જ્યાં આંગણવાડી છે ત્યાં આંગણવાડી ના મકાનો નથી તેની માંગ.
5) વાંઢ વિસ્તાર માં આ 21 સદીમાં લોકો હજુ પણ અંધકાર માં જીવે છે ત્યાં લાઈટ ની સુવિધા ની માંગ.
6) સસ્તા અનાજ ની દુકાન માંથી પૂરતું, ચોખ્ખું, અને બિલ મળવા ની માંગ
7) વિધવા, એકલ, વિકલાંગ વ્યક્તિને અંત્યોદય રાશન કાર્ડ ની માંગ
8) શાળાઓ માં છોકરા છોકરીયો માટે ટોયલેટ બાથરૂમ ની અલગ સુવિધાઓ,
તે ઉપરાંત રેલી બાદ માળિયા તાલુકાના નવા ચૂંટાયેલા મહિલા સરપંચનું સન્માન આનંદી સંસ્થા અને સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું માળીયા મહિલા શક્તિ સંગઠનના જે જુના અનુભવી આગેવાન બહેનો જેના દ્વારા 15 વર્ષ થી અન્ન સુરક્ષા, આજીવિકા, આરોગ્ય અને પોષણ, કામના અધિકાર ને લઇને લડતો કરેલ તેની સંઘર્ષની ગાથા આગેવાન બહેનો દ્વારા રજુ કરવામાં આવી હતી