Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આ વખતે આ રહેશે ચૂંટણી દરમિયાન વ્યવસ્થા, રેડ લાઈટ એરીયામાં પણ વ્યવસ્થા

આ વખતે ચૂંટણીમાં ખાસ કરીને વિશેષ પ્રકારની તૈયારીઓ ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે. આ વખતે રેડ લાઈટ એરીયામાં પણ મતદાનને લઈને સુવિધા હાથ ધરાશે આ સિવાય પણ અન્ય પ્રકારની વ્યવસ્થા કરાશે.

આ વખતે રેડ લાઈટ એરીયામાં મતદાન કર્મચારીઓ જશે. ચૂંટણી પ્રક્રિયામાં સેક્સ વર્કરોને સામેલ કરવાને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગઈકાલે જ ચૂંટણી કમિશને ચૂંટણીમાં રેડ લાઈટ એરીયા સુધી પહોંચવાની વાત કરી હતી. ઉપરાંત વિકલાંગ, સેક્સ વર્કરો અને ટ્રાન્સજેન્ડર થકી મહત્તમ નોંધણીનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

બેલેટ પરની આ છે વ્યવસ્થા
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે પોસ્ટલ બેલેટની સુવિધા વૃદ્ધો અને વિકલાંગ મતદારો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે ચૂંટણી વિભાગના અધિકારીઓ આવા વિકલાંગ અને વૃદ્ધોના ઘરે ઘરે જઈને તેમની પાસેથી પોસ્ટલ બેલેટ લેશે. પ્રક્રિયામાં નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

આ પ્રકારની બેઝીક સુવિધા કરાશે ઉપલબ્ધ
તમામ મતદાન મથકો પર પીવાનું પાણી, રેમ્પ, શૌચાલય, વેઇટિંગ રૂમ જેવી સુવિધાઓ આપવામાં આવશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. નવો પ્રયોગ એ પણ કરવામાં આવ્યો છે. જેમાં દરેક મતદાન મથક પર વિશેષ નિરીક્ષકો તહેનાત કરવામાં આવશે અને વરિષ્ઠ નાગરિકો, વિકલાંગો વગેરે માટેની વિશેષ સુવિધાઓની દેખરેખ રાખશે. તેની પાછળનો હેતુ લોકોને મતદાનમાં પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો છે.

संबंधित पोस्ट

જુનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ સંભાળ્યો ચાર્જ

Karnavati 24 News

‘ભાજપ-આરએસએસ નફરત ફેલાવે છે’, સીએમ ભૂપેશે કહ્યું : આનાથી દિલ જીતી શકાય નહીં, રામ પર રાજનીતિ કરી રહ્યા છે

ભારતીય જનતા પાર્ટી ના રામોલ હાથીજણ બૂથ ઇન્ચાર્જ ચિરાગ દેસાઈ ની શુભેચ્છા મુલાકાત

Karnavati 24 News

 કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દીદીનો ‘ખેલા હોબે’, TMCની ક્લિન સ્વિપ

Karnavati 24 News

ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી આઠમી યાદી, દેહગામથી યુવરાજસિંહ જાડેજા લડશે

Admin

આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે, ભારતને તોડવાની રાજનીતિ કરવા દેશભરમાં ફરી રહી છે. પ્રદિપસિંહ વાધેલા

Admin