સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ૩૩-પ્રાંતિજ વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણીની નોટીસ તા.૧૦/૧૧/૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરેલ છે. જે અનુસાર આ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા. ૧૦/૧૧/૨૦૨૨થી તા. ૧૭/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમિયાન સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૩-૦૦ કલાક દરમિયાન ચૂંટણી અધિકારી,૩૩-પ્રાંતિજ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, પ્રાંતિજની કચેરી ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને મામલતદાર પ્રાંતિજની કચેરી ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.(૧૮/૧૧/૨૦૨૨) શુક્ર્વારના રોજ ૧૧-૦૦ કલાકે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્રો તા. ૨૧/૧૧/૨૦૨૨ (સોમવાર)ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા પાછા ખેંચી શકાશે. ચૂંટણી લડાશે તો મતદાન તા. ૫/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન કરવામાં આવશે. એમ એમ.એન. ડોડીયા, ચૂંટણી અધિકારી, ૩૩-પ્રાંતિજ વિધાનસભા મતદાર વિભાગની અને પ્રાંત અધિકારી પ્રાંતિજની એક અખબારી યાદીમાં જણાવેલ છે.
તો ગજેન્દ્રસિંહ પરમાર નુ નામ જાહેર થતા ભાજપ કાર્યકરો આગેવાનો સમર્થકો મા ખુશી જોવા મળી અને વકતાપુર ખાતે આવેલ તેવોના નિવાસ્થાને ભાજપ કાર્યકરો આગેવોનો સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેવોને અભિનંદન પાઠવ્યા હતા
