Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 ઉલ્લાસભેર વાતાવરણમાં જામનગર વકીલ મંડળની ચૂંટણીનું મતદાન

જામનગર બાર એસ.ના આગામી વર્ષના હોદ્દેદારોની વરણી માટે આજે સવારે 9:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી મતદાન યોજાશે. શહેરના જુના વકીલ મંડળ ખાતે આયોજિત મતદાન પ્રક્રિયામાં સવારથી જ ઉત્સાહપૂર્ણ વાતાવરણ મતદાન કરવામાં આવી રહ્યું છે. જેમાં જામનગર વકીલ મંડળના 1100 સભ્યો, મતદારો પોતાના મતદાન અધિકારનો ઉપયોગ શે. ત્યારબાદ સાંજે મતદાન હાથ ધરાયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રમુખપદ માટે બાર એસોના વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા નાથાભાઈ ગોહિલ અને ઉપપ્રમુખ પદ માટે અશોકભાઈ જોશી, ભરતસિંહ જાડેજા વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ ઉપરાંત મંત્રી માટે મનોજભાઈ ઝવેરી , કિશોરસિંહ ઝાલા , ગીરીશભાઈ સરવૈયા , સહમંત્રી માટે અશરફઅલી ઘોરી , જાગૃતિબેન જોગડિયા , વનરાજસિંહ ચુડાસમા , લાયબ્રેરી મંત્રી તરીકે જાડેજા જયદેવસિંહ , માજોઠી એઝાઝ મેદાનમાં છે. ખજાનચી તરીકે નારણભાઇ ગઢવી બીનહરીફ થયા છે તથા કારોબારી સભ્યોની 7 બેઠક માટે ઠાકર મૃગેનભાઇ , ભાલારા દિપક્ભાઇ , કે.કે.વિસરિયા , મિતુલ હરવા , હોરિયા સચીનભાઇ , ગચ્છર દિપકભાઇ , સફિયા અહમદભાઇ , કેંચવા રધુવીરસિંહ , શૈલેષભાઇ સોલંકી , મણીયા૨ નયનભાઇ , પોપટ મોહીનીબેન , પરેશભાઈ ગણાત્રા વચ્ચે ચૂંટણીનો ખેલ ખેલાઇ રહ્યો છે.

संबंधित पोस्ट

આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે, ભારતને તોડવાની રાજનીતિ કરવા દેશભરમાં ફરી રહી છે. પ્રદિપસિંહ વાધેલા

Admin

ચૂંટણીનું મનદુઃખ રાખીને એક ટોળાએ ઘરમાં ઘૂસીને દલિત પરિવારને અપમાનિત કરીને માર માર્યો

Karnavati 24 News

 કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દીદીનો ‘ખેલા હોબે’, TMCની ક્લિન સ્વિપ

Karnavati 24 News

જયરાજ સિંહના ટ્વીટથી રાજકારણ ગરમાયું, શું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે?

Karnavati 24 News

AK-47 અને ગ્રેનેટ રાખવા મામલે બાહુબલી ધારાસભ્ય અનંતસિંહ આરોપી જાહેર, 21ના અદાલત સંભળાવશે સજા

Karnavati 24 News

વડોદરા શહેરના આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે પહોંચી, 15મી ઓગસ્ટે રાત્રે 212 ફૂટે લેવલ સેટ કરાયું

Karnavati 24 News
Translate »