Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 રાજ્ય કક્ષાના મંત્રી સુશ્રી નિમિષાબેન સુથારે સીંગવડ અને લીમખેડા ખાતે રૂ. ૨૭ કરોડથી વધુના શૈક્ષણિક વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રી સુશ્રી સુથારે જણાવ્યું કે, વનબંધુ કલ્યાણ યોજનાના બીજા તબક્કાના યોગ્ય અમલીકરણ દ્વારા આદિવાસી ભાઇઓ-બહેનોનો સમગ્ર વિકાસ થાય એ માટે રાજ્ય સરકારે સુપેરે આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના મુખ્યમંત્રી સમયના કાર્યકાળ દરમિયાન આદિવાસી જિલ્લાઓના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને આ યોજના શરૂ કરી હતી. જેના વિકાસના ફળ ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં જોઇ શકાય છે. તેમણે ઉમેર્યું કે, દાહોદ જિલ્લામાં જ વનબંધુ કલ્યાણ યોજના થકી ૧૦ મુદ્દા કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષે રૂ. ૮૦૩૧.૦૩ લાખના ખર્ચે ૧૧૦૮ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. જિલ્લામાં વિવિધ શૈક્ષણિક વિકાસ કાર્યો માટે રૂ. ૭૭૮.૭૭ લાખના ખર્ચે ૪૭ માળકાકીય સુવિધાઓ સહિતના વિકાસ કાર્યો કરાયા છે. આદિવાસી કુંટુંબોના આરોગ્ય સુવિધાઓ માટે રૂ. ૧૩૧૩.૫૯ લાખના ખર્ચે ૫૫ માળકાકીય સુવિધાઓ સહિતના વિકાસકાર્યો કરાયા છે. આ ઉપરાંત પીવાના અને સિંચાઇના પાણીની વિવિધ યોજનાઓ જિલ્લામાં જનજન સુધી પહોંચતી થઇ છે. તેમણે જણાવ્યું કે, આયુષ્યમાન ભારત- મા કાર્ડ અંતર્ગત મળતી આરોગ્ય સુવિધાઓનો લાભ દરેક માનવી સુધી પહોંચે એ માટે તેમાં આવક મર્યાદા દૂર કરવાની બાબત પણ સરકાર દ્વારા વિચારણા હેઠળ છે. જેથી દરેક આદિવાસી પરિવાર તેનો લાભ લઇ શકે. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના ચાર સિલિન્ડર પણ રીફીલ કરી આપવાની બાબત પણ વિચારણા અંતર્ગત છે. આ ઉપરાંત ૫૦૦ ગામોને મોબાઇલ કનેકટીવીટીથી જોડવા તેમજ ૧૫ હજાર જેટલા હળપતિ ગૃહ નિર્માણ યોજના અંતર્ગત આવાસો બનાવાશે. આ પ્રસંગે વિધાનસભાના દંડક  રમેશભાઇ કટારાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ આદિવાસી જિલ્લાઓનો સર્વાગી વિકાસ થાય એ માટે વિવિધ યોજનાઓનું સુદ્રઢ અમલીકરણ કરાયું છે અને આ જિલ્લાઓમાં શિક્ષણ, વીજળી, પાણી, આવાસ, આરોગ્ય, સિંચાઇ જેવી પાયાની સુવિધાઓ સુલભ થઇ છે. સાંસસ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી જિલ્લાઓના સર્વાગી વિકાસમાં પાયાની કામગીરી કરી છે. વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત હજુ એક લાખ કરોડ રૂ. ના વિકાસ કાર્યો થકી આદિવાસી વિસ્તારોની કાયાપલટ થઇ જશે તે નક્કી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ રાજ્ય સરકાર દ્વારા આદિવાસી જિલ્લાઓમાં કરવામાં આવેલા વિકાસકાર્યોનો ચિતાર આપ્યો હતો. પૂર્વમંત્રી અને ધારાસભ્ય  બચુભાઇ ખાબડે પ્રાંસગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગ, દાહોદ તેમજ અન્ય વિભાગો દ્વારા વિવિધ યોજનાઓના મંજૂરીપત્ર ૨૦ જેટલા લાભાર્થીઓને મહાનુભાવોને હસ્તે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત આયુષ્યમાન ભારત- મા કાર્ડ કેમ્પ પણ કાર્યક્રમ સ્થળે યોજવામાં આવ્યો હતો. જેનો નાગરિકોએ લાભ લીધો હતો. રાજ્ય કક્ષાના મંત્રી સુશ્રી સુથાર તેમજ મહાનુભાવોએ અત્રેની ગલ્સ હોસ્ટેલની મુલાકાત લઇ છાત્રાઓને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં લીમખેડાના ધારાસભ્ય  શૈલેષભાઇ ભાભોર, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, લીમખેડાના પ્રાંત અધિકારીશ્રી, પ્રાયોજના વહીવટદાર  બી.ડી. નીનામા, સીંગવડ તેમજ લીમખેડાના તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

संबंधित पोस्ट

વડોદરા શહેરના આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે પહોંચી, 15મી ઓગસ્ટે રાત્રે 212 ફૂટે લેવલ સેટ કરાયું

Karnavati 24 News

કર્ણાટકના દાવણગેરેમાં ગર્જ્યા પીએમ મોદી, કહ્યું- ‘રાજ્યમાં ફરી બનશે ભાજપની સરકાર’

Karnavati 24 News

 ઓમિક્રૉનના કેસ વધવાની સાથે સારા સમાચાર, દેશને 2 નવી વેક્સીન મળી

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને પોતાની તિજોરીમાંથી પૈસા આપ્યા હતા : સંબિત પાત્રા

Karnavati 24 News

આજથી બે દિવસ માટે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે, સાબરડેરીના વિવિધ પ્લાન્ટનું આજે થશે લોકાર્પણ

Karnavati 24 News