Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 મોડી રાત સુધી ચાલી વાપી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી

વાપીમાં PTC કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાથ ધરાયેલ મતગણતરીમાં 22 ગ્રામ પંચાયત ના સરપંચના અને સભ્યોના ઉમેદવારો પણ મતગણતરી સ્થળ પર પહોંચ્યા હતાં. PTC કોલેજ ખાતે ભોંયતળિયે અને પ્રથમ માળે કુલ 6 હોલમાં અધિકારીઓની અધ્યક્ષતામાં રાતા, વટાર, કોપરલી, કરવડ, કરમખલ, નાની તંબાડી, લવાછા, મોટી તંબાડી, ચિભડ કચ્છ, કુંતા-તરક પારડી, સલવાવ, કોચરવા, છરવાડા, છીરી, કવાલ, નામધા, ચંડોર, દેગામ, પંડોર-વંકાછ જૂથ, મોરાઈ, બલિઠા, ચણોદ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનની મતગણતરી હાથ ધરાઈ હતી.

જેમાં રાતા, કરમખલ, ચિભડ કચ્છ, કોચરવા કવાલ અને મોરાઈ ગ્રામ પંચાયતના મતની મતગણતરી શરૂ કરાઇ હતી. મતગણતરીમાં સૌ પ્રથમ વાપી તાલુકાની મોરાઈ ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર પ્રતીક પટેલને 448 મત જ્યારે રાકેશ પટેલને 239 મત મળતા પ્રતીક પટેલનો 259 મતની સરસાઈથી વિજય થયો હતો. મોરાઈ ગામમાં એક સભ્યની માત્ર એક મતથી જીત થઈ હતી. કોચરવામાં સરપંચના ઉમેદવાર રાજુ પટેલને 896 મત જ્યારે સરપંચ પદના ઉમેદવાર કાંતિ પટેલને 524 મત મળતા 372 મતની સરસાઈથી રાજુ પટેલે વિજય મેળવ્યો હતો. ચિભડ-કચ્છ ગ્રામ પંચાયતમાં કલ્પેશ પટેલને 611 જ્યારે વિમલ પટેલને 591 મત મળતા કલ્પેશ પટેલે 20 મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો. કવાલ પંચાયતમાં મનોજ પટેલને 491 મત જ્યારે કેતન પટેલને 376 મત મળતા મનોજ પટેલ 115 મતની સરસાઈથી વિજેતા બન્યા હતાં. રાતા ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર નીલમબેન પટેલને 946 મત મળ્યા હતાં જ્યારે નૈનાબેન પટેલને 781 મત મળતા નીલમબેન પટેલનો 165 મતની સરસાઈથી વિજય થયો હતો. કરમખલ ગ્રામ પંચાયતમાં દક્ષાબેન પટેલને 590 મત, નયના પટેલને 443, આશા પટેલને 395 મત મળ્યા હતા કરમખલ માં દક્ષાબેન પટેલનો 147ની સરસાઈથી વિજય થયો હતો. દેગામ પંચાયતમાં જયાબેન હળપતિને 668 મત, લતાબેન પટેલને 44 મત, સવિતા પટેલને 438 મત મળતા જયાબેન હલપતિનો 230 મતની સરસાઈથી વિજય થયો હતો. કુંતા તરક પારડીમા સુમિત્રાબેન હળપતિને 1101 મત, રામુબેન હલપતિને 665 મત મળ્યા હતાં. સુમિત્રા બેન હળપતિની 436 મતની સરસાઈથી વિજય થયો હતો. છરવાડામાં યોગેશ પટેલને 2733 મત, અશોક પટેલને 1100 મત, ભાવિક પટેલને 228 મત મળ્યા હતાં. યોગેશ પટેલનો 1633 મતની સરસાઈથી વિજય થયો હતો. વટારમાં દિનેશ હળપતિને 1025 મત, રણજીત હળપતિ ને 897 મત મળ્યા હતાં. દિનેશ હળપતિનો 125 મતની સરસાઈથી વિજય થયો હતો. પંડોર-વંકાછ જૂથ પંચાયતમાં વર્ષાબેન પટેલને 938 મત, યોગેશ્વરી બેનને 714 મત મળ્યા હતાં. વર્ષબેન પટેલનો 224 મતની સરસાઈથી વિજય થયો હતો. મોટી તંબાડીમાં વિનોદ વારલીને 1467 મત, અમિત પટેલને 1099 મત, કેસરબેન પટેલને 128 મત, નવનીત પટેલને 503 મત મળ્યા હતાં. વિનોદ વારલીનો 368 મતની સરસાઈથી વિજય થયો હતો. કોપરલીમાં ઉષાબેન હળપતિને 1430 મત મળ્યા હતાં. લતાબેન હળપતિને 1324 મત મળ્યા હતા. ઉષાબેન હળપતિનો 106 મતની સરસાઈથી વિજય થયો હતો. બલિઠામાં સુમિત માહ્યાવંશીને 3052 મત, પ્રદીપ રાઠોડને 950 મત મળ્યા હતાં. સુમિત માહ્યાવંશીનો 2102 મતની સરસાઈથી વિજય થયો હતો. ચંડોરમાં મયુરી મુકેશ પટેલને 814 મત, ઉષા રણજિત પટેલને 687 મત મળ્યા હતાં. મયુરી પટેલનો 127 મતની સરસાઈથી વિજય થયો હતો. સલવાવમાં સંજય પટેલને 1507 મત, અલ્પેશ પટેલને 1490 મત મળ્યા હતાં. સંજય પટેલનો 17 મતની સરસાઈથી વિજય થયો હતો. છીરીમાં ઇરમ ચૌધરીને 2744 મત, પ્રિયાલતા સિંગને 1213 મત, રમીલા હળપતિ ને 1298 મત મળ્યા હતાં. ઇરમ ચૌધરીનો 1446 મતની સરસાઈથી વિજય થયો હતો. જ્યારે અન્ય ચાર ગ્રામ પંચાયત જેમાં ચણોદમાં ટ્રક અને કુકર વચ્ચેની હરીફાઈમાં કુકરના ઉમેદવારને બહુમતી મળી હતી. જ્યારે, લવાછા, કરવડ, નામધા ગામના પરિણામની વિગતો મળી નથી.

જે રીતે ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં કાંટાની ટક્કર હતી તેવી જ રીતે વોર્ડના સભ્યો વચ્ચે પણ ભારે રસાકસી અને ટાઇ પડવાના કિસ્સા નોંધાયા હતાં. જેમાં મુખ્યત્વે વટાર વોર્ડ નં-9માં સભ્યપદ માટે જયંતિ લક્ષ્મણ હળપતિ અને શશીકાંત હળપતિને એક સરખા 85-85 મતો મળ્યા હતાં. ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાળતાં શીશીકાંતનો વિજય થયો હતો. સલવાવ વોર્ડ નં-6માં કલાવતીબેન સંજયભાઇ હળપતિને 141 અને દક્ષાબેન દિપક પટેલને 141 મતો મળ્યા હતાં. ચિઠી ઉછાળતાં દક્ષાબેનનો વિજય થયો હતો.વંકાછ વોર્ડ નં,-6માં જયમતિ મુકેશ પટેલ અને મિનાક્ષીબેન પટેલ એમ બંનને 195 મતો મળ્યા હતાં. ચિઠ્ઠી ઉછાળતાં મીનાક્ષીબેનનો વિજય થયો હતો. આ ઉપરાંત મોરાઇમાં વર્તમાન સરપંચની પેનલમાં એક ઉમેદવારનો માત્ર 1 મતે પરાજય થયો હતો. સલવાવ, બલિઠા માં પણ એક-એક ઉમેદવાર માત્ર ચાર મતે હાર્યા હતાં. જ્યારે સૌથી રસપ્રદ કિસ્સો છરવાડા ના વોર્ડ નમ્બર 5માં બન્યો હતો. જ્યાં સંતોષ હલપતિને માત્ર 01 મત મળ્યો હતો. જ્યારે છરવાડામાં હારેલા સરપંચના ઉમેદવાર ભાવિક પટેલની પત્નીને એક વોર્ડમાં 6, બીજા વોર્ડમાં 7 મત મળ્યા હતાં. તેમના ભાઈને 20 મત મળ્યા હતા. એ જ રીતે તમામ ગ્રામ પંચાયતમાં કેટલાક એવા ઉમેદવારો હતા જેઓ યા તો માટે 1થઈ 20 મતના તફાવતથી જીત્યા હતા અથવા તો હાર્યા હતાં. વાપીમાં બેલેટ પેપરથી મતગણતરીના કારણે મંગળવારે બાદ બુધવારના સવારના 5 વાગ્યા સુઘી મતગણતરી યથાવત ચાલી હતી.

संबंधित पोस्ट

મોડાસામાં યુવતીએ જન્મ દિવસ કેક કાપી નહીં પણ પક્ષીઓના આશિયાના નું વિતરણ કરી ઉજવણી કરી

Karnavati 24 News

योगी सरकार 2.0: कौन होगा उपमुख्यमंत्री? लोकसभा चुनाव-जातिवाद-पश्चिमी यूपी में संतुलन बनाए रखने के लिए चर्चा में हैं ये नाम

Karnavati 24 News

Hardik Patel ની BJP માં એન્ટ્રી: Hardik 12.39 PM પર વિજય મુહૂર્તમાં BJP માં જોડાયો, રોડ શો કર્યો; કહ્યું – ઘર વાપસી

Karnavati 24 News

જે મુંબઈ મહાનગરપાલિકાના દમ પર શિવસેના કુદકા મારતી હતી તે પાલિકાએ જ ઉદ્ધવ ઠાકરેને જોરદાર ઝટકો આપ્યો. દશેરા ની મહાસભા માટેની પરવાનગી નકારી. જાણો વિગતે.

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે!, માર્ચના અંતમાં રાજકીય ભાવીનો ફેસલો કરશે

Karnavati 24 News

વિધાનસભામાં એક દિવસ માટે 182 ધારાસભ્યોની જગ્યાએ વિદ્યાર્થીઓ બેસશે, સીએમ-વિપક્ષના નેતાઓ પણ વિદ્યાર્થીઓ હશે.

Karnavati 24 News