જામનગરમાં કાલાવડનાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ પાસે મીરા રેસ્ટોરન્ટ નજીક ઓટા પર વરલી મટકાના આકડા લઇ જુગાર રમતા એક સખ્સને પોલીસે પકડી પાડ્યો છે. આ સખ્સે નામચીન સખ્સની સંડોવણીની કબુલાત કરતા પોલીસે તેને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી કરી હતી. જામનગરમાં સીટી એ ડીવીજન પોલીસે ગઈ કાલે રાત્રે સાડા આઠેક વાગ્યે રંગુનવાલા હોસ્પિટલ પાસે મીરા રેસ્ટોરેન્ટની સામે ઓટા ઉપર જાહેરમા વરલી મટકાના આકડા લખી લખાવી જુગાર રમતા રમાડતા સાજીદભાઇ ઉર્ફ બાબુલાલ સતારભાઇ રાજકોટીયા (રહે. ભાવસાર ચકલો અમરીન એપાર્ટમેન્ટ ત્રીજા માળે રૂમ નં ૩૦૩ જામનગર) વાળાને પકડી પાડ્યો હતો. પોલીસે આ સખ્સના કબ્જા માંથી રૂપિયા નવસોની રોકડ કબજે કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં આ સખ્સે કપીલ નાનાણી રહે.કડીયાવાડ જામનગર વાળાની સંડોવણીની કબુલાત કરી હતી જેને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી નામચીન સખ્સને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.