તેમણે પોલીસ વિભાગમાં રજુઆત કરી હતી કે, આ સમસ્યા ઘણી ગંભીર છે. આથી સમસ્યાની ગંભીરતા પારખી નગરહિત તેમજ જનહિતમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ રીતે નિરાકરણ કરો. આ માટે જાહેરમાર્ગ ઉપર કરવામાં આવતું દબાણ તેમજ વાહનચાલકો દ્વારા કરવામાં આવતા આડેધડ વાહન પાર્કિંગને નિયંત્રણ કરી સખ્ત કાર્યવાહી કરવામાં આવે.
વધુમાં જણાવ્યું કે હવે ટ્રાફિકની સમસ્યા મૂખ્ય રાજમાર્ગ ને છોડી નગરના આંતરિક રસ્તાઓ હરીયાવાડ શેરી, કેલીડોનીયા કોમ્પલેક્ષની સામે સ્થાનિક રહેણાંક વિસ્તારને જોડતા રસ્તાઓને પણ પ્રભાવિત કરી રહી છે. આ કારણોસર નગરના જેતે વિસ્તારના સ્થાનિક નાગરિકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિવારણ માટે સાંજના સમયે આવા ચોક્કસ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારે એ મુજબની રજુઆત કરી હતી.
વિરોધપક્ષના નેતાએ આ રજુઆતની એક નકલ પારડી નગરપાલિકા તેમજ જીલ્લા પોલીસ વડા ને પણ રવાના કરી છે. હવે જોવું રહ્યું કે પારડી નગરપાલિકામાં નલઘોર નિંદ્રામાં રાચતા સત્તાધીશો અને વહીવટી તંત્ર પોલીસ સાથે સંકલન કરીને કેવી રીતે નગરના લોકોને ટ્રાફિક ની સમસ્યામાંથી રાહત અપાવશે?