સુરેન્દ્રનગર જીલ્લાના અમદાવાદ – રાજકોટ હાઇવે સહિત મુખ્ય માર્ગો પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે
લીંબડી – અમદાવાદ હાઇવે પર લીંબડી સર્કિટ હાઉસ પાસે ડાયવર્ઝન માટે પડેલ પથ્થર સાથે કાર અથડાતાં પલટી મારી જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.આ અંગે સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ રાજકોટ થી રાજસ્થાન ફરવા માટે જઈ રહેલા પરિવારનો લીંબડી હાઈવે પર સર્કિટ હાઉસ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓવરટેક કરવા જતા રોડ પર ડાઈવર્ઝન માટે પડેલા પથ્થર સાથે ધડાકાભેર અથડાતા કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં સનતભાઈ રામજીભાઈ હોથી, ઉ. વર્ષ.૬૭ ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. જ્યારે અલ્કાબેન વિશાલભાઈ, ઉ.વર્ષ.૬૨ અને નીલાબેન શનતભાઈ હોથી, ઉ.વર્ષ.૫૫ વાળાને ઈજાઓ પહોંચતા લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત વધુ ગંભીર હોઈ સારવાર અર્થે અમદાવાદ રીફર કરાયા હતા. જ્યારે આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.