Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરેન્દ્રનગર SOG પોલીસે ચોરી કરેલ તાંબા પિત્તળના વાસણો સહિતના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડયો

સુરેન્દ્રનગર એસઓજી ટીમ ધ્રાંગધ્રા વિસ્તારમાં હોવા દરમિયાન ચોરીના વાસણ સાથે શખ્સ હોવાની બાતમી મળી હતી.આથી તાંબા પીતળના વાસણો સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ધ્રાંગધ્રા સીટી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં ચોરીના ગુના અટકાવવા અને ગુનેગારો ઝડપી પાડવા સુચના આપી હતી.આથી એસઓજી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોવા દરમિયાન ચોરી કે છળ કપટથી મેળવેલા તાંબા પીતળના વાસણ સાથે શખ્સ હોવાની બાતમી મળી હતી.

….આથી ધ્રાંગધ્રાના દિલ્લી દરવાજા પાસેથી વાસણો ભરેલા કોથળા સાથે એક શખ્સને ઝડપી પાડી પુછપરછ કરતા તે ધ્રાંગધ્રા નાની બજારનો રહીશ સોહીલ ઉર્ફે દાબેલો હાજીભાઇ પઠાણ હોવાનુ જણાવ્યુ હતુ.જ્યારે વાસણ અંગે કોઇ સંતોષકારક જવાબ ન આપી શકતા ચોરી કે છળકપટથી મેળવ્યાનુ જણાયું હતું. 8 માટલી, 9 બોઘેણા, 1 ડોલ, 4 તાસ, 2 તપેલી, 1 કળસ, 1 પ્રાઇમસ, 2 કડાઇ, 2 થાળી, 2 ઢાંકણા વગરના ડબ્બા સહિત 54 કિલોનો મુદામાલ રૂ.21,600નો જપ્તકરી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ગુનો નોંધાવતા તેમણે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઇ એસ.એમ. જાડેજાના માર્ગદર્શનમાં એએસઆઇ પ્રવિણભાઇ આલ, જયરાજસિંહ ઝાલા, મીતભાઇ મુંજપરા સહિત એસઓજી ટીમ જોડાઇ હતી.

संबंधित पोस्ट

ઉદ્યોગપતિની કારમાંથી મળ્યા કરોડો રૂપિયા, ઘરમાં દરોડામાં નોટોનો ઢગલો મળ્યો

Admin

દેવું ચૂકવવા અને તાંત્રિક વિધિ માં નોટ નો વરસાદ કરવા જાલીનોટ બનાવનાર બે મહિલા પકડાઈ

Karnavati 24 News

પારડીમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિરોધપક્ષના નેતાએ આવેદનપત્ર આપી રજુઆત કરી

Karnavati 24 News

पति ने बेवफाई की तो पत्नी ने रचाई 9 शादियां, बियर बार में पकड़ी गई

Admin

भतीजे ने अपने ही चाचा की पीट-पीटकर कर डाली हत्या

Admin

सरकारी अस्पताल के डॉक्टर और वार्ड बॉय ने बेहोश महिला मरीज के साथ किया रेप

Admin
Translate »