Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

 નડિયાદમાં રાજ્યકક્ષાની ત્રી દિવસીય એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઈ , 1100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં અધતન સુવિધા ધરાવતું સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે શાળાકીય એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં રાજ્યભરમાંથી સ્પર્ધકો ઉમટ્યા છે . રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર , કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ આયોજિત , ખેડા જિલ્લા રમત – ગમત કચેરી દ્વારા નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખાતે અંડર 19 , ભાઈઓ અને બહેનો માટેની રાજ્યકક્ષાની શાળાકીય એથ્લેટીક્સ સ્પર્ધાઓનું ત્રિદિવસીય આયોજન કરાયું છે .આ સ્પર્ધામાં ખાસ કરીને તિરંદાજી , ગોળા ફેક , ભાલા ફેક , દોડ જેવી વિવિધ 20 પ્રકારની રમતો રાજ્યકક્ષાની રમાઈ રહી છે . 21 મી ડીસેમ્બરે શરૂ થયેલી આ સ્પર્ધા આજે પૂર્ણ થઈ હતી . રાજ્યના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ રમવા અહીં આવ્યાં છે . નડિયાદમાં આવેલું આ રમત ગમત સંકુલ રાષ્ટ્રીય કક્ષાએ રમતો યોજાય તેવું બનાવેલું છે . વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ મળી કુલ 1100 જેટલા સ્પર્ધકો અહીં રમવા આવ્યાં છે . રમતો રમવા આવેલા વિદ્યાર્થીઓવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો આભાર માન્યો છે . તેઓ કહે છે કે , વડાપ્રધાન જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે રમત ગમતને પ્રોત્સાહન આપવાને કારણે , અત્યારે અમે અહીં રમી રહ્યા છીએ . રમતને કારણે શરીર ચુસ્ત અને સ્ફૂર્તિ વાળું રહે છે . જેને કારણે અભ્યાસ પણ સારું કરી શકાય છે . આ સ્પર્ધા માટે જિલ્લા રમત ગમત અધિકારી ડોક્ટર અમિત ચૌધરી તથા પ્રાંત વિકાસ યુવા અધિકારી ડો . ચેતન શિયાણીયા હાજર રહી માર્ગદર્શન આપી રહ્યા છે . તેમની સાથે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે રાજ્યભરમાંથી સ્પર્ધાઓ માટેના કોચ પણ અહીં આવ્યા છે .

संबंधित पोस्ट

फीफा फुटबॉल विश्व कप का इतिहास, चलो पता करते हैं।

Admin

એશિયા કપમાં બુમરાહ બહાર તો મોહમ્મદ શમીને કેમ ના મળી તક?

Karnavati 24 News

રોહિતની વિવાદાસ્પદ વિકેટ: બોલ અને બેટના સંપર્ક પહેલા સ્નિકો મીટરમાં સ્પાઇક દેખાય છે!, થર્ડ અમ્પાયર આઉટ થયો; આકાશ અંબાણી સહિતના કોચ નારાજ

Karnavati 24 News

India Vs England: વર્લ્ડકપ સેમિફાઇનલમાં બે વખત ટકરાયા છે ભારત અને ઇગ્લેન્ડ, જાણો શુ રહ્યા હતા પરિણામો

Admin

IPL 2022: પંજાબ કિંગ્સ શિખર ધવન નહી આ સ્ટાર બેટ્સમેનને બનાવશે કેપ્ટન, જેને ટીમે 12 કરોડમાં રિટેન કર્યો હતો

Karnavati 24 News

ટી-20 વર્લ્ડકપ ટીમમાં હર્ષલ પટેલની જગ્યા પર સંજય માંજરેકરે ઉઠાવ્યા સવાલ

Translate »