અમરેલીમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી. હિમાલયમાં હિમ વર્ષા થતા તેની અસર ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હતી. અમરેલી જિલ્લામાં ધુમ્મસની ચાદર છવાતા હિલ સ્ટેશન જેવુ આહલાદક વાતાવરણ જોવા મળ્યુ હતુ.
અમરેલી જિલ્લામાં ઝીરો વિજીબીલિટીથી વાહન ચાલકો વહેલી સવારે પરેશાન થયા હતા. ચારે તરફ ધુમ્મસ છવાઇ જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ લાગ્યો હતો. જિલ્લામાં લાઠી, ધારી, કુંકાવાવ, જાફરાબાદ અને રાજુલા તાલુકામાં 10 વાગ્યા સુધી ધુમ્મસની ચાદર છવાયેલી રહી હતી. તે બાદ તડકો નીકળતા થોડી રાહત થઇ હતી. કડકડતી ઠંડી અને ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ગણ્યા ગાઠ્યા લોકો મોર્નિંગ વોક પર નીકળ્યા હતા.
અમરેલીનું વાતાવરણ 105 AQI રહ્યુ હતુ. જિલ્લામાં રાત્રે 15 સેલ્શિયલ સુધી તાપમાનનો પારો નીચે રહ્યો હતો જ્યારે સવારે 10 વાગ્યે 23 સેલ્શિયસ તાપમાન રહ્યુ હતુ.