ગતરોજ વહેલી સવારના સમયે નાગપુર ખાતે રહેતો આસીફ નામક યુવક રાજકોટ થી નાગપુર જતી ટ્રેનમાં યુવક સફર કરી રહ્યો હતો અને ટ્રેન દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવતાં યુવક ટ્રેનમાંથી નીચે ઉતરી બહાર ચાહ પીવા નીકળ્યો હતો ત્યારે બે અજાણ્યા ચોર ઈસમો દ્વારા યુવકને ચપ્પુ બતાવી તેને માર મારી નાણાની લુંટ ચલાવી હતી. યુવકને માર માર્યાં બાદ તેને નજીકના વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત યુવકને જોઈ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યાં હતાં અને યુવકને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

previous post