Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સુરતના કપોદ્રામાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબિયત લથડતા દાખલ કરવામાં આવ્યા



કંપનીમાં કુલરનું ઠંડુ પાણી પીધા બાદ તમામની તબિયત લથડી

(જી.એન.એસ) તા. 9

સુરત,

સુરતના કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની દવા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ, પાણીમાં સવારના સમયે ફિલ્ટરની સફાઈ કરવામાં આવી હતી. જે દરમિયાન પાણીની સાથે ભૂલમાં સેલફોસ નામની દવા ભળી ગઈ હતી. ફિલ્ટર પાસેથી પડીકીઓ મળી આવી છે. જેથી પાણી પીધા બાદ રત્નકલાકારોને અસર થઈ હતી.

આ ઘટના વિષે વાત કરતા ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આજે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, મિલેનિયમ કોમ્પ્લેક્સમાં અનુપ જેમ્સ નામની કંપની છે, સવારે એક ઘટના બની હતી, જેમાં કોઈ અસામાજિક તત્વોએ પાણીની ટાંકીમાં સેલ્ફોસનું પેકેટ ફેંકી દીધું હતું. જ્યારે રત્નકલાકારોએ આ બાબતની જાણ માલિકને કરી, ત્યારે તેણે સાવચેતી રૂપે તરત જ બધાને હોસ્પિટલમાં મોકલી દીધા. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અમે આ મામલાની તપાસ માટે ફોરેન્સિક ટીમને બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહ્યા છીએ. આરોપીઓ સામે કેસ નોંધવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

संबंधित पोस्ट

સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ અત્યારે અમેરિકાના એક્ઝિબિશનમાં મૂકાયો.

Karnavati 24 News

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મળી આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક

Karnavati 24 News

ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર અંગે જનજાગૃતિ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

Gujarat Desk

દીવના પ્રશાસને કિલ્લામાં પર્યટકોને એન્ટ્રી આપવા માટે ચાર્જ વસૂલવાની શરૂઆત કરી

Gujarat Desk

મોરબીમાં વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમિતે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રામાણિક વેપારીના સન્માન

Karnavati 24 News

પ્રકૃતિપ્રેમીઓ માટે ભાવનગરનું કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન સ્વર્ગ સમાન; ૩૪ ચો.કિ.મી. વિસ્તારમાં ૫ હજાર કાળિયાર મુક્ત રીતે વિચરી રહ્યા છે

Gujarat Desk
Translate »