Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કાગડાપીઠમાં પ્રેમસંબંધમાં હત્યાનો ચોંકાવનારો બનાવ : છરીના ઘા મારીને કર્યુ મર્ડર



(જી.એન.એસ) તા.૧૬

અમદાવાદ,

પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી ઊંટવાળી ચાલીમાં રાત્રે એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કાગડાપીઠ વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં કિરણ ચૌહાણ સહિત 2 શખ્શોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર પત્ની સાથેના પ્રેમસંબંધમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. છરીના ઘા મારીને નીતિન પઢિયારની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કિરણ ચૌહાણ સહિત બે શખ્સોએ નીતિન પઢિયાર નામના યુવક પર છરી વડે વારંવાર હુમલો કરીને તેનું મોત નિપજાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ પત્ની સાથેના પ્રેમસંબંધ હોવાનું મનાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. કાગડાપીઠ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યાના કારણો જાણવા માટે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ ટીમ દોડતી થઈ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

संबंधित पोस्ट

જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બાઈક સવાર ગંભીર સ્વરૂપે ઘાયલ થયો

Gujarat Desk

મોડાસા નગર પાલિકાને સરકાર દ્વારા નવીન ફાયર વોટર બાઉઝર ફાળવાયું, પાલિકા પ્રમુખે કરી પૂજા

Admin

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકનું કોરોના રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

Karnavati 24 News

 મોરબીના WIRELESS ASI બેસ્ટ ઓનલાઈન કામગીરી માટે નેશનલ લેવલે નોમીનેટ

Karnavati 24 News

1લીફેબ્રુઆરી 2025 ના રોજ ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદના વિશાળ કેમ્પસમાં ગુજરાત STEM ક્વિઝ 3.0 ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન

Gujarat Desk
Translate »