Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 કોણ બનશે સરપંચ ? મોરબી જીલ્લાના ૧૯૭ ગ્રામ પંચાયતની બેઠકો આવતીકાલે ફેસલો

મોરબી જિલ્લામાં રવિવારે ૧૯૭  ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શાંતિપૂણ માહોલમાં સંપન્ન થયું છે તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ચૂંટણી લડતા ૫૦૪  જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું.ત્યારે આવતીકાલે આ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે. આથી સરપંચનો તાજ કોના શિરે ? તે સહિતની મતપેટીમાંથી ખુલનાર જનાદેશને લઈને ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે.

મોરબી જિલ્લાની એક પેટા મળીને કુલ ૧૯૭ ગ્રામ પંચાયતની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ ૭૯ ટકા જેટલું જંગી મતદાન થયું હતું. કડકડતી ઠંડી વચ્ચે પણ ગ્રામીણ મતદારોએ લોકશાહી પર્વ ઉજવવા માટે મતદાન બુથો ઉપર કતારો લગાવી હતી.ગામના જાત જાતના વિકાસ મોડેલ દર્શાવી મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી બનતા તમામ પ્રયાસ કરનાર સરપંચ પદની કુલ ૧૯૫ બેઠક સામેના ૫૦૪ દાવેદારો અને વોર્ડના સભ્યોની કુલ ૧૦૪૮  બેઠક સામેના ૨૨૧૦ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. મતદાન પૂરું થયા બાદ કુલ ૪૦૫  બુથમાંથી તમામ મતપેટીને નક્કી કરાયેલા રિસીવિંગ એન્ડ ડિસપેચ સેન્ટરમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે. અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતપેટી ખુલવવાની હોય તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આવતીકાલે થનાર છે

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે અને તાલુકા વાઇઝ મથકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં મોરબી માટે રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર સરકારી પોલીટેક્નિક કોલેજ-ઘુંટુ, ટંકારા માટે ઓરપેટ કન્યા વિદ્યાલય, વાંકાનેરના અમરસિંહજી હાઇસ્કુલ, હળવદમાં મોડેલ સ્કૂલ, માળીયામાં મોટી બરાર ખાતેની મોડેલ સ્કૂલ ખાતે જ આવતીકાલે મતગણતરી પ્રક્રિયા પણ હાથ ધરાશે. આ મતગણતરી પ્રક્રિયા માટે જરૂરી સ્ટાફ અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. જો કે સરપંચ ગામના રાજા હોય અને ગામના વિકાસ માટે એમની ચાવીરૂપ ભૂમિકા હોવાથી દરેક ગામમાં નવા સરપંચ કોણ ને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

संबंधित पोस्ट

ઉના પોલીસ સ્ટેશનમાં આજે હોળી તેમજ સબેબારત તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

કડકડતી ઠંડી માટે તૈયાર રહેજા !!! ઉતરના રાજ્યોમાં હિમ-વર્ષા પડશે, તો દક્ષિણમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી

Admin

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News

ટંકારાના ખીજડીયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત, પરિવારમાં શોક ફેલાયો

Karnavati 24 News

 શહેરમાં મકરસંક્રાંતિ પર્વે ગુબ્બારા, ફૂગ્ગા અને સળગતું ફાનસ ચઢાવવા પર પ્રતિબંધ

Karnavati 24 News

દિવાળી ટાણે જ હોળી : GSRTCની એપ્લિકેશન ઠપ, ઓનલાઇન બુકીંગ અટક્યું

Admin