અમરેલીમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી હતી. અમરેલી પંથકમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઇ નુકસાનના સમાચાર નથી.
અમરેલીમાં વહેલી સવારે 6.41 વાગ્યે 2.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાનું એપી સેન્ટર અમરેલીથી 39 કિલોમીટર દક્ષિણમાં વીરપુર (તા.ધારી) આસપાસના વિસ્તારમાં જમીનથી 20.4 કિમી ઉંડાઇએ હતુ. અમરેલી પંથકમાં વહેલી સવારે ભૂંકપના આંચકા અનુભવાતા લોકોની ઉંઘ ઉડી ગઇ હતી.
અવાર નવાર સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.