Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણમાં પંચોલી સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ફૂલોની આગી કરાઈ

પાટણ શહેરમાં આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કારીગર, શ્રમિકો, શિલ્પીઓનાં પરિવારો-જ્ઞાતિ સમાજો દ્વારા કરાઈ હતી. સૃષ્ટિનાં સર્જનહાર અને વિશ્વનાં સ્થાપતિ એવા ભગવાન વિશ્વકર્માની આજે જન્મજ્યંતિ પર્વ નિમિત્તે પાટણનાં હિંગળાચાચરમાં આવેલા પંચોલી સુથાર જ્ઞાતિની વાડી ખાતે આવેલા ભગવાન વિશ્વકર્માજીનાં મંદિર ખાતે આજે ભગવાનને સુંદર આંગી રચના કરાઇ હતી. આ પ્રસંગે ભગવાન પૂજા અભિષેક ,સત્યનારાયણ ભગવાનની કથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં દર્શને મોટી સંખ્યામાં સમાજનાં આગેવાનો ઉમટયા હતા. તો બીજી તરફ શહેરના જુનાગઢ વિસ્તારમાં આવેલ મનુ પંચાલ ભવન ખાતે વિશ્વકર્મા ની જન્મ જયંતી નિમિત્તે પ્રતિવર્ષની પરંપરા મુજબ વિશ્વકર્મા સમક્ષ યજ્ઞ યોજાયો હતો. જેમાં યજમાન દંપતિએ બિરાજમાન થઈ મંત્રોચાર સાથે આહુતિ આપી હતી. ત્યારબાદ ભગવાન વિશ્વકર્માની બગીમાં શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રામાં સમાજના વડીલો મહિલાઓ અને યુવાનો જોડાયા હતા જે શોભાયાત્રા શહેરના અન્ય માર્ગો પરથી જ અને પંચાયત ભવન ખાતે સમાપન કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ સમાજના શ્રદ્ધાળુ ભક્તોએ મૂર્તિની સમક્ષ છપ્પન ભોગના અન્નકૂટ મનોરથ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટણ શહેરના વિવિધ વિશ્વકર્માના સ્થાનકો પર ભગવાન વિશ્વકર્મા ની જન્મ જયંતી ની ધર્મમય માહોલમાં ઉજવણી કરાઇ હતી.

संबंधित पोस्ट

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં મહેતા ફ્યુલ કેર દ્વારા રિલાયન્સ JIO BP પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છે

Karnavati 24 News

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સભ્યોને મતદાન કરવાના શપથ લેવડાવ્યા

Gujarat Desk

UPSCની પેટર્નથી GPSCની પરીક્ષા લેવાશે, 20 એપ્રિલે નવા નિયમ સાથે પ્રીલિમ્સ લેવાશે

Gujarat Desk

હાલ કોચિંગ કંપનીનો IPO આવી રહ્યો છે જેમાં આ IPO માં કમાણીની તક મળશે

Karnavati 24 News

બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકોનેકન્સ્ટ્રકશનની તાલીમ વિનામૂલ્યે લેવા અનુરોધ

Karnavati 24 News

DRI દ્વારા ગુજરાત ATSની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી 88 કિલો સોનાની લગડીઓ, 19.66 કિલો જડેલા સોનાના દાગીના અને 1.37 કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

Gujarat Desk
Translate »