શિક્ષકોની બદલીઓને લઈને ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. ત્યારે આ બદલી કેમ્પની જાહેરાત આજે કરવામાં આવી છે. 20 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી આ બદલી કેમ્પ ચાલશે. જુદી-જુદી તારીખો બદલી કેમ્પ માટેની જાહેર કરાઈ છે.
જિલ્લા આંતરીક બદલીનો ઓનલાઈનનો પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ચાલશે. જિલ્લા ફેર બદલી કેમ્પ 6થી 8 ડીસેમ્બર સુધી યોજાશે. આ ઉપરાંત મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેરના અરસ પરસના હુકમો 20થી 29 ઓક્ટો સુધી અમલી રહેશે. ઘણા સમયથી શિક્ષકોના બદલી કેમ્પની રાહ જોવાતી હતી તેની તારીખો જાહેર થતા બદલીઓ કરાવવા માંગતા શિક્ષકો માટે આ ખુશીના સમાચાર સામે આવ્યા છે.
અરસ પરસ બદલી, જિલ્લા ઓનલાઈન આંતરીક બદલી કેમ્પની શરુઆત થઈ ચૂકી છે. વધઘટ કેમ્પ 20 નવેમ્બરથી શરુ થશે. જિલ્લા આંતરીક ઓનલાઈનો બીજો તબક્કો 23 નવેમ્બરથી લઈને 2 ડીસેમ્બર સુધી ચાલું રહેશે. જેમાં રજાના દિવસો બાદ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા બદલી ફેર 6 ડીસેમ્બર થી 8 ડીસેમ્બર સુધી ચાલશે. મુખ્યશિક્ષકોના અરસ પરસના હુકમ 20 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી ચાલું રહેશે. સરકારના ઠરાબ મુજબ આ પ્રકારે બદલી કેમ્પ યોજવામાં આવશે.