Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

યુસીસી માટે લોકોનાં સૂચનોને ધ્યાનમાં લેવાશે: યુસીસી  સમિતિનાં અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈ


સમાન સિવિલ કોડ અંગે અમદાવાદના નાગરિકોનાં સૂચનો લેવાયાં

અમદાવાદ કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની રાજકીય, સામાજિક અને શૈક્ષણિક તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

(જી.એન.એસ.) તા.5

અમદાવાદ,

સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવાનો અભિગમ અપનાવાયો છે, જેના ભાગરૂપે બુધવારે ગાંધીનગર જિલ્લા પછી અમદાવાદ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની રાજકીય, સામાજિક અને શૈક્ષણિક તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં યુસીસી સમિતિનાં અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના સંદર્ભે લોકોનાં સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે. નાગરિકોનાં મંતવ્યો જાણવાં ખૂબ જ જરૂરી છે. સમાજમાં સમાનતા તેમજ મહિલાઓ અને બાળકોના અધિકારોને કેન્દ્રમાં રાખીને યુસીસીનો મુસદ્દો તૈયાર કરાશે. નાગરિકોનાં મંતવ્યો મેળવીને શક્ય એટલી ઝડપથી સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવશે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ બેઠકમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદા, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે સમાન નિયમો જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યાં હતાં.

આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્યો સર્વે શ્રી અમિતભાઈ શાહ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી કૌશિક જૈન, શ્રી જિતેન્દ્ર પટેલ, શ્રી અમિત ઠાકર, શ્રી અમૂલ ભટ્ટ, સુશ્રી દર્શનાબહેન વાઘેલા, સુશ્રી કંચનબહેન રાદડિયા, સુશ્રી પાયલ કુકરાણી સહિતના રાજકીય અગ્રણીઓ, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી હર્ષદ પટેલ, જીટીયુના રજિસ્ટ્રાર શ્રી કે. એન. ખેર, બીએઓયુના રજિસ્ટ્રાર શ્રી એ.કે. જાડેજા, કૌશલ્ય – ધ સ્કિલ યુનિ.ના એસ.પી. સિંઘ સહિતના શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ, તેમજ વિવિધ ધર્મ-સમુદાયના અગ્રણીઓ તથા સેવા જેવી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ યુસીસી સમિતિ સમક્ષ પોતાનાં સૂચનો રજૂ કર્યાં હતાં.

આ બેઠકમાં અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ પણ પોતાના વિચારો રજૂ કરીને સમિતિની કામગીરીમાં સક્રિય સહયોગ આપવાની ખાતરી આપી હતી. નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાવિન સાગર દ્વારા બેઠકના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી.

યુસીસી સમિતિનાં અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈ સહિત સમિતિના સભ્યોએ બેઠકને ફળદાયી ગણાવીને સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ હાજર સૌને ૨૪મી માર્ચ, ૨૦૨૫ પહેલા યુસીસીના પોર્ટલ https://uccgujarat.in પર પોતાનાં સૂચનો લેખિતમાં જણાવવા અને આવશ્યક દસ્તાવેજો અપલોડ કરવા અપીલ કરી હતી.

संबंधित पोस्ट

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકસિત ભારત યુવા સંસદનું આયોજન

Gujarat Desk

એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા 1991ની બેચના IPS ડો. શમશેર સિંહને BSFમાં નિમણૂંક કરવામાં આવી

Gujarat Desk

આરટીઈ એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તકો અને ગણવેશ સહાય આપનારું ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજ્ય: શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોર

Gujarat Desk

મોડાસામાં ટ્રાફિકની સમસ્યાના હલ માટે કોઇ જ વિકલ્પ નહીં, અધિક કલેક્ટર ફસાયા

Karnavati 24 News

મહુવા શહેરનો વોર્ડ નં 8 માં ભાજપની ચૂંટણી સભા યોજાઈ હતી .

Admin

અયોધ્યામાં વાતાવરણ ડહોળવાના ષડયંત્રનો મોટો ખુલાસો, CCTVના આધારે 7 આરોપીઓની ધરપકડ

Karnavati 24 News
Translate »