અઠવાડિયાના પ્રથમ દિવસે સોમવારે શેર બજારમાં ભારે ઘટાડો થયો છે. 30 શેર પર આધારિત BSE સેન્સેક્સ પોતાના ગત ક્લોઝિંગથી 2.21% અથવા 1260 અંક નીચે 55,751 પર ટ્રેડ કરી રહ્યુ છે. બીજી તરફ, નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 50 2.25% અથવા 382 અંકની નબળાઇ સાથે 16,657 પર બિઝનેસ કરી રહ્યુ છે.
સેન્સેક્સ પર સૌથી વધુ ઘટાડો ટાટા સ્ટીલના શેરમાં છે. ટાટા સ્ટીલના શેર 4.2% ઘટીને ₹1084 પર ટ્રેન્ડ કરી રહ્યુ છે. એસબીઆઇ, બજાજ ફાઇનાન્સ, કોટક બેન્ક અને એક્સિસ બેન્કના શેરમાં પણ 3.48%થી 4% સુધી નબળુ છે.
નિફ્ટીના 50 શેરમાં 46 શેર લાલ નિશાનમાં વેપાર કરી રહ્યા છે. ટાટા સ્ટીલ (4.45%), ટાટા મોટર્સ (4.32%), એસબીઆઇ (4.15%), ONGC (4.02%) અને JSW સ્ટીલના શેરમાં 3.92%નો ઘટાડો થયો છે.
રોકાણકારોએ 5.2 લાખ કરોડ ગુમાવ્યા
આ માર્કેટ ક્રેશમાં માત્ર 15 મિનિટમાં રોકાણકારોએ પોતાના 5.2 લાખ કરોડ ગુમાવી દીધા છે.
ઘટાડાનું કારણ શું છે?
દેશમાં ઓમિક્રોનના વધતા કેસને કારણે રોકાણકારો વચ્ચે ડરનો માહોલ છે. ફોરેન રોકાણકાર બજારમાં સતત ભારે વેચાણ કરી રહ્યા છે, જેનાથી બજારમાં સેલિંગ પ્રેશર દેખાઇ રહ્યુ છે.