Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्यપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 400 કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીની ધરપકડ

ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે ખુલ્લુ મેદાન બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. ગુજરાતના દરિયાકાંઠેથી ફરી એક વખત ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSની ટીમે જખૌના દરિયાકાંઠેથી 400 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ATSની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. ઇન્ડિયન કોસ્ટગાર્ડે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. અલ હુસેની નામની બોટ ડ્રગ્સ સાથે ઝડપાઇ હતી.

ગુજરાતના દરિયાકાંઠા પરથી ચરસ-ગાંજા અને ડ્રગ્સને ઘુસાડવાનું કૌભાંડ ચાલી રહ્યુ છે. આ બાબતો ગુજરાત સરકાર માટે માથાનો દુખાવો બની ગઇ છે. ગુજરાત એટીએસની ટીમે છેલ્લા પાંચ વર્ષમાં 30 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ દરિયાકાંઠા વિસ્તારમાંથી ઝડપી પાડ્યુ છે.

મુંદ્રા પોર્ટ પરથી અફઘાનિસ્તાનથી આવેલુ 21,000 કરોડની કિંમતનું 3000 કિલો ડ્રગ્સ સાથેનું કંટેન્ટર ઝડપાયુ હતુ જેને લઇને મોટો વિવાદ થયો હતો. આ પોર્ટ અદાણીના હસ્તક છે. વિપક્ષે આ ડ્રગ્સ કાંડને લઇને દેશભરમાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાનો આ કોઇ પ્રથમ કેસ નથી. 21 એપ્રિલે અરબી સમુદ્રમાં એક બોટમાંથી રૂ.150 કોરડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયુ હતુ. 17 જુલાઇએ પોરબંદર નજીકના દરિયામાં 3,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતુ.

संबंधित पोस्ट

અંકલેશ્વર કોસમડી માર્ગ પર ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાન નું કમકમાટીભર્યું મોત

Karnavati 24 News

भारत में खरीदने के लिए अगला बिटकॉइन कैसे चुनें

Admin

જામનગરની ભાગોળે યુવાનની હત્યા નીપજાવનાર ત્રણેય આરોપી પકડાયા

Karnavati 24 News

Hyundai की बिल्कुल-नई ‘Stargazer’ 7-सीटर MPV हुई लॉन्च, मिलेगी भरपूर केबिन स्पेस

Karnavati 24 News

ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવી વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત IT કંપની કોમનેટ (COMnet) હવે અમદાવાદના આંગણે

Karnavati 24 News

सभी वर्गों के छात्रों को मिलेगी डॉ.भीमराव अम्बेडकर मेधावी छात्र योजना में छात्रवृत्ति

Admin