Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો લાંબી કતારોમાં જોવા મળ્યા હતાં. જેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે, આ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન શરૂ થયું હતું, જેના કારણે સરપંચ અને વોર્ડના સભ્યો માટે અલગ-અલગ બેલેટ પેપર મતદારોને આપવામાં આવી રહ્યા હતા.

વલસાડ જિલ્લામાં 302 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રવિવારે વહેલી સવાર એટલે કે 19 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ મતદાન ધરમપુર તાલુકામાં 82.11 ટકા નોંધાયું છે. ધરમપુરમાં કુલ 91,514 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 45,112 સ્ત્રી અને 46,402 પુરુષ મતદારોએ મતદાન કરતા જિલ્લામાં સૌથી વધુ મતદાન 82.11 ટકા મતદાન નોંધાયું છે.

વલસાડ જિલ્લામાં કુલ 71.04 ટકા જેટલું અંદાજિત મતદાન નોંધાયું છે. ત્યારે સૌથી ઓછું મતદાન વાપી તાલુકામાં 58.69 ટકા જેટલું નોંધાયું છે. વાપીના મતદારોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ ખૂબ ઓછો જોવા મળ્યો હતો. વાપીમાં કુલ 47,056 મતદાન કર્યું જેમાં 18035 સ્ત્રી અને 29021 પુરુષ મતદારોએ મતદાન કર્યું છે.

જિલ્લામાં સાંજે 6ના ટકોરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો સમય પૂર્ણ થયા બાદ તમામ સ્થળેથી મતપેટી અને મતદાન મથકના કર્મચારીઓ ડિસ્પેચિંગ સેન્ટર ઉપર પરત ફરયા હતા. તાલુકા મથકે બનેલા ડિસ્પેચિંગ સેન્ટર મોડી રાત સુધી ધમધમતા જોવા મળ્યા હતા.

વલસાડ જિલ્લામાં 6 તાલુકામાં સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 71.04 ટકા મતદાન નોંધાયું છે. જેમાં વલસાડ તાલુકામાં 65.45 ટકા, પારડીમાં 71.89 ટકા, વાપીમાં 58.69 ટકા, ઉમરગામ 65.83 ટકા, કપરાડા 81.51 ટકા, જ્યારે ધરમપુરમાં 82.11% મતદાન નોંધાયું છે. વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 71.04 ટકા મતદાન નોંધાયું છે. જોકે કુલ 7,78,855 મતદારો પૈકી 5,53,311 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 2,84,686 પુરુષ મતદાર અને 2,68,625 સ્ત્રી મતદારોએ મતદાન છે.

તારીખ 21 ડિસેમ્બરના રોજ વલસાડ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મતગણતરી શરૂ થશે. વિવિધ રાઉન્ડમાં મતગતરી કરવામાં આવશે. બેલેટ પેપર હોવાને કારણે ગણતરી પ્રક્રિયા વધુ લાંબી ચાલશે તેવું ધ્યાને રાખી તંત્રએ એ મુજબ વ્યવસ્થા ગોઠવવી શરૂ કરી દીધી છે.

संबंधित पोस्ट

કોરોનાથી મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય ડીઝાસ્‍ટર ફંડમાંથી ચૂકવે તેવી કોંગ્રેસની માંગણી

Karnavati 24 News

કણી ગામે સિમેન્ટનો થાંભલો હટાવવા મુદ્દે ધિંગાણું, બંનેપક્ષે 22 સામે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

સુરત: પેપર ચોરી થવાના કેસમાં પ્રથમ વાર વિદ્યાર્થીઓ પેપર આપવા પહોચ્યા, ક્લાસમાં બેસીને પુસ્તક વાંચવા પડ્યા

Karnavati 24 News

પોરબંદરના દરીયાકાંઠે ફીશીંગબોટોનું ચેકીંગ કરવા માટે ઓલવેધર પોર્ટ અને જુનાબંદર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ

Admin

કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહનચાલકો પરેશાન

Karnavati 24 News

 કાનાલુસ ગામે પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો

Karnavati 24 News