Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતતાજા સમાચાર

નરેન્દ્રભાઇ મોદીના પ્રવાસના બીજા દિવસે આજે વેરાવળ પછી ધોરાજી ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ

ગુજરાતમાં લોકશાહિના પર્વને દેશના એક એક નાગરિકે ઉજવવો જોઇએ. ગુજરાતમાં લોકશાહિનો ઉત્સવ આગામી 1 અને 5 ડિસેમ્બરના રોજ ઉજવવાનો છે તે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ ગુજરાતમા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવા પધાર્યા છે જેમાં આજે વેરાવળ પછી ધોરાજી ખાતે વિજય સંકલ્પ અંતર્ગત જાહેરસભા યોજાઇ હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી  દેશના પ્રધાનમંત્રીની ધુરા સંભાળ્યા પછી પ્રથમ વખત ધોરાજી ખાતે પધારી જનતાને સંબોધી હતી.

દેશના વિકાસપુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર શ્ન્દ્રભાઇ મોદી  જનસભાને સંબોધતા હળવી શૈલીમાં જણાવ્યું કે, બપોરનો સમય હોય અને રાજકોટનો સ્વભાવ છે કે બપોરે એટલે આરામ કરવાનો સમય અને છતાંય મોટી જનસભા બતાવે છે કે ગુજરાતના લોકોએ આ વખતે જૂના બધા રેકોર્ડ તોડીને ભાજપને જીતાડવાનું નક્કી કરી દીધું છે આજે પ્રત્યેક ગુજરાતી સિંહ ગર્જના કરી રહ્યો છે. આજે ગુજરાતના ખુણે ખુણેથી એક જ અવાજ આવી રહ્યો છે કે ફીર એક બાર…. મોદી સરકાર. આજે ટીવીમાં અને રાજકીય પંડિતો પણ ચર્ચા કરે તો એક જ ચર્ચા કરે છે કે ભાજપની સરકાર ભારે બહુમતથી બનશે. ભુપેન્દ્ર અને નરેન્દ્ર પર જનતાના આશિર્વાદ બહુ છે તેનુ કારણ સરકાર અને જનતાનો રાજયના વિકાસમાં સંયુક્ત પુરુષાર્થ છે તેનું પરિણામ છે.
pm મોદી એ વધુમાં જણાવ્યું કે, આજે આપ સૌ પાસે આશિર્વાદ માંગવા આવ્યો છું અને મારા કામનો હિસાબ આપવા આવ્યો છું. મન ભરીને જનતા આશિર્વાદ આપે એટલે મારી તાકાત અનેક ગણી વધી જાય. ગુજરાતના નાગરિકો જ મારા શિક્ષક છે અને તમે જ મને ટ્રેનિંગ આપી છે.

संबंधित पोस्ट

ભરૂચ શહેરમાં આજરોજ ગુજકેટ-૨૦૨૩ ની જાહેર પરીક્ષા કુલ ૧૯ પરીક્ષા કેન્દ્રો પર ૩૬૪૨ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી.

Admin

મદ્રાસ યુનિવર્સિટી ભરતી 2022 રિસર્ચ ફેલો 44 પોસ્ટ માટે અરજી કરો

Karnavati 24 News

રાજકોટમાં કોરોનાની ફરી એન્ટ્રી: કોઇ પણ જાતની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન ધરાવતા પતી પત્નીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Karnavati 24 News

NCP પદ ગ્રહણ સમારોહ

Karnavati 24 News

ગુજરાત ચૂંટણી પર પીએમ મોદીએ માન્યો કાર્યકર્તાઓનો આભાર, કહ્યા પાર્ટીની વાસ્તવિક તાકાત

Admin

સુરત-સિટી બસના કારણે અકસ્માતથી ફરી એક મહિલાનું મોત, ઉમરા પોલીસે નોંધી ફરીયાદ

Admin