(જી.એન.એસ)તા 6
પોરબંદર
ગુજરાતમાં પોરબંદરથી જૂનાગઢ જતી બસ ના ડ્રાઇવરે બસ પર પોતાનો કાબૂ ગુમાવતાં અચાનક પલટી મારી ગઈ હતી અને મોટો અકસ્માત સર્જાયો હતો. બસમાં બેઠેલા મુસાફરોમાંથી 20 જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતાં અને 2 મુસાફરોની સ્થિતિ ગંભીર છે. આ ઘટના ની જાણ થતાં તત્કાલીન એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્ત લોકો ને નજીકની કુતિયાણાની સરકારી હોસ્પિટલમમાંખસેડવામાં આવ્યા.બીજી બે ઇજાગ્રસ્ત વ્યક્તિ જેની સ્થિતિ ગંભીર છે તેમને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એવું લાગે છે કે, ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. જોકે, અકસ્માતનું સાચું કારણ સમગ્ર તપાસ બાદ જ સામે આવશે.