Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સુરતમાં મહિલા પર વિધર્મી પાડોશીએ ચપ્પા વડે હુમલો કરતાં મોત નિપજ્યું



(જી.એન.એસ) તા.૭

સુરત,

માહિતી મુજબ ઘટના મૂળ મહારાષ્ટ્રના લોનખેડામાં સાહદાના મલોની ગામમાં ઘટના બની હતી. સુરતમાં પરિણીત મહિલા પર વિધર્મી પાડોશીએ ચપ્પા વડે હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. સુરત પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી છે. માહિતી મુજબ ઘટના મૂળ મહારાષ્ટ્રના લોનખેડામાં સાહદાના મલોની ગામમાં ઘટના બની હતી. ઘરની બહાર નશો કરતા યુવકોને ઠપકો આપ્યો હતો. જેથી અંગત અદાવત રાખી વિધર્મી પાડોશીએ 29 ડિસેમ્બરના રોજ ચપ્પા વડે હુમલો  કર્યો હતો. હુમલાખોરોએ યુવતીના શરીર પર ચપ્પાના ઘા મારી મહિલાને લોહીલુહાણ કરી દીધી હતી. જેથી યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી. દિપાલી ચિત્તે નામની મહિલા મલોની ગામમાં પિયરમાં આવી હતી. દિપાલી ઉપર પડોશી યુવકે હુમલો કર્યો છે. હુમલાખોરોએ પેટ અને પાંસડીમાં ચપ્પુ મારતા મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘર બહાર નશીલા પદાર્થનું સેવન કરતા યુવકોને ઠપકો આપ્યો હતો. મૃતકના પરિવારની મહિલાઓને ઠપકો આપતા વાત ઝગડા સુધી પહોંચી હતી.

संबंधित पोस्ट

ગાંધીનગરમાં સૌપ્રથમ “બિમસ્ટેક યુથ સમિટ”નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મીને આજીવન કેદની સજા; 50,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો

Gujarat Desk

ગાંધીનગર: વૃદ્ધ દંપતીને સોનાની બંગડીઓ ચમકાવી આપવાનું કહી 2 લાખનું સોનું કાઢી બે ગઠિયા ફરાર

Admin

 વડોદરાની નિશાકુમારીનું સાહસ: ચોવીસ કલાકમાં બે વાર તળેટી થી કેદારકંથા શિખરની ટોચ સુધી આરોહણ કરી શિખર પર થી સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યો…

Karnavati 24 News

તાપી જિલ્લાને ૪૯ ઇ-વ્હીકલની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે : ‘ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ની થીમ આધારિત ઝાંખી

Gujarat Desk
Translate »