પાટણ ના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે સમાલપાટીની સીમમાં રાજ્ય સરકાર દ્વારા 10 એકર જમીન પર અંદાજે 100 કરોડના ખર્ચે પ્રાદેશિક સાયન્સ મ્યુઝીયમની સાથે ડાયનાસોર ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનુ ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું છે ત્યારે દિવાળીનું વેકેશન પડતાં જ પ્રવાસીઓ પાટણ નજીક સરસ્વતી તાલુકા સેવા સદનની સામે બની રહેલા ડાયનાસોર ગેલેરી જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે હજી પણ પ્રવાસીઓનો ધસારો યથાવત છે ડાયનાસોર ગેલેરી ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરના લોકો તથા પાટણમાં પ્રવાસ અર્થે આવતાં મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ પ્રાદેશિક સાયન્સ મ્યુઝીયમ અને ડાયનાસોર ગેલેરીની મુલાકાત લીધી છે તેવું સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું દિવાળી વેકેશન માં પ્રવાસીઓએ મજા માણી પાટણ ના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી ડાયનાસોર ગેલેરી બની આર્કષણ નું કેન્દ્ર બન્યું હતું
