Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સ્થાનિક કાર્યકર ન મૂકાય ત્યાં સુધી આંગણવાડીમાં બાળકોને ભણવા નહીં મોકલવા ગ્રામજનોનો હુંકાર

ગામનો વ્યક્તિ ગામના લોકો અને બાળકોને સારી રીતે સમજી શકતો હોય છે. આંગણવાડીમાં જતાં નાના ભૂલકાઓ માટે જો ગામના ઉમેદવાર દ્વારા ભણાવવામાં આવે તો તે પોતાના ગામના બાળકોને સારી રીતે સમજી શકે છે. વિરપુરની આંગણવાડી વિભાગમાં કાર્યકર્તા કરી કે તંત્ર દ્વારા બહારની વ્યક્તિની કર્મચારી તરીકે નિમણંૂક કરતા સ્થાનિક લોકો દ્વારા આ બાબતે વિરપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ
સ્થાનિક કાર્યકર ન મૂકાય ત્યાં સુધી આંગણવાડીમાં બાળકોને ભણવા નહીં મોકલવા ગ્રામજનોનો હુંકાર સામે ગ્રામજનોનું આવેદન.

વિરપુરની જાંબુડી આંગણવાડીમાં સ્થાનિકની નિમણૂંક કરવા અંગે મામલતદારને આવેદન
ગામનો વ્યક્તિ ગામના લોકો અને બાળકોને સારી રીતે સમજી શકતો હોય છે. આંગણવાડીમાં જતાં નાના ભૂલકાઓ માટે જો ગામના ઉમેદવાર દ્વારા ભણાવવામાં આવે તો તે પોતાના ગામના બાળકોને સારી રીતે સમજી શકે છે. વિરપુરની આંગણવાડી વિભાગમાં કાર્યકર્તા કરી કે તંત્ર દ્વારા બહારની વ્યક્તિની કર્મચારી તરીકે નિમણંૂક કરતા સ્થાનિક લોકો દ્વારા આ બાબતે વિરપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
વિરપુર તાલુકાના ખરોડ ગામ પંચાયત વિસ્તારના પરા વિસ્તારમાં આવેલી નાની જાંબુડીમાં આવેલ આંગણવાડીમાં કાર્યકરની જગ્યા ખાલી હોઇ તેની ઓનલાઇન ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. આ કાર્યકર પસંદગીમાં સ્થાનિક કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આ પ્રક્રિયામાં સ્થાનિક ઉમેદવારની અવગણના કરીને અન્ય ગામના ઉમેદવારની પસંદગી કરી તેની નિયુક્તિ કરવામાં આવતા ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકો દ્વારા આ પ્રકારની નિમણંૂકમાં અન્ય વ્યક્તિને બદલીને સ્થાનિક ઉમેદવારની પસંદગી કરીને આંગણવાડીમાં કાર્યરત કરવા માટે વિરપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તથા સ્થાનિક કર્મચારીની ભરતી ન કરાય ત્યાં સુધી બાળકોને ભણવા નહીં મોકલવાની ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

संबंधित पोस्ट

રાજકોટવાસીઓ બેસબરીનો આવશે આજે અંત: વડાપ્રધાન મોદી ત્રણ ઓરબ્રિજનું લોકાર્પણ કરી ટ્રાફિકની સમસ્યાનો કરશે હલ

Admin

मोगा मंडी मे कल शाम तक 68658 मीट्रिक टन धान की हुई खरीद

Admin

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

Karnavati 24 News

પાટણ શહેર ના પંચોલી પાડા વિસ્તારમાં રૂપિયા 12 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું

Karnavati 24 News

 કોરોના સામે સાવચેતીભર્યો નિર્ણય:વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેને જ વાઇબ્રન્ટ સમિટમાં એન્ટ્રી મળશે

Karnavati 24 News

ગુજરાત પ્રવાસ પર વધુ એક કેન્દ્રીય નેતાઃ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે છે