કોંગ્રેસ પાર્ટીના હાલ વિધાનસભાની ચૂંટણી પહેલા જ બેહાલ થઇ ગયા છે. આ પક્ષમાં એક પછી એક નેતાઓ તેમના રાજીનામાઓ નારાજગી સાથે આપી રહ્યા છે, તેમાં પણ ખળભળાટ ત્યારે મચ્યો જ્યારે કોંગ્રેસમાંથી જયરાજ સિંહ પરમાર બાદ આજે દિનેશ શર્માનું રાજીનામું પડ્યુ. દિનેશ શર્મા અમદાવાદ મહાનગરપાલિકામાં મોટુ નામ છે. આ બન્ને નેતાઓએ તેમના પક્ષને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. દિનેશ શર્માએ તો દરેકની પોલ ખોલી નાખી હોય તેમ બિન્દાસ વાતો મીડિયા સમક્ષ કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ રાજીનામા બાદ કોંગ્રેસને લઇને નિવેદન આપ્યુ છે.રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ તો તમે જાણો છો દેશમાં અને રાજ્યમાં નામ શેષ કોંગ્રેસ થઈ રહી છે. કોંગ્રેસની કોઈ દિશા નક્કી નથી. દિશા અને દશા બન્ને નક્કી નથી. આ ઉપરાંત કોગ્રેસ પાર્ટીની અંદર યાેગ્ય નેતૃત્વ નથી. આવતી ચૂંટણીમાં ગુજરાતમાંથી કાેંગ્રેસ નામ શેષ થઈ જશે. તેવું તેમને નિવેદન આપ્યું હતું. યોગ્ય નેતૃત્વ નથી જેથી દિવસેને દિવસે કાેંગ્રેસ ભાંગતી જઈ રહી છે.ત્યારે જગદિશ ઠાકોરે એવું કહ્યું છે કે, જ્યારે જ્યાર ચૂંટણીઓ આવે છે ત્યારે જ પાકિસ્તાનના કનેક્શન, રેલના પાટાઓ ઉથલાવવાના અને હિન્દુ ખતરામાં છે તેવું બીજેપીને શા માટે યાદ આવે છે. કોંગ્રેસ તૂટી રહી છે એવી વાતાે સામે આવી રહી છે પરંતુ બિલકુલ કોંગ્રેસમાં નિષ્ફળતા નથી.
