Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાવલી રોડ પરથી કન્ટેનરમાં લઇ જવાતો રૂ. 38.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો



(જી.એન.એસ) તા. 1

વડોદરા,

વડોદરા પોલીસને ફરી એકવાર મોટી સફળતા મળી છે જેમાં,  ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા – સાવલી રોડ ઉપરથી કન્ટેનરમાં લઇ જવાતો રૂ. 38.98 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે દારૂની 597 પેટી સાથે કન્ટેનર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી છે. સાથે જ આ અંગે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.‌ પ્રોહીબીશનની અમલવારી માટે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં એલસીબીની ટીમ દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન મોડી રાત્રે ટીમ મંજુસર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તેવામાં બાતમી મળી હતી કે, દારૂનો જથ્થો ભરેલુ એક કન્ટેનર વડોદરા -સાવલી રોડ ઉપરથી પસાર થવાનું છે. જે બાદ એલસીબી ટીમે બાતમી મળતાં જ વડોદરા – સાવલી રોડ ઉપર તમામ પ્રકારની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે પોલીસને મળેલ બાતમીને આધારે મળતું આવતું કન્ટેનર નજરે પડતાં તેને રોકવામાં આવ્યું હતું. અને કન્ટેનર ચાલક મોહંમદ શાદાબ અમજદઅલી ખાન (રહે. ભીવંડી, મહારાષ્ટ્ર) અને ક્લિનર અરબાઝ શકીલ અન્સારી (રહે. ભીવંડી, મહારાષ્ટ્ર) ને સાથે રાખી કન્ટેનરમાં તપાસ કરતાં 597 પેટી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 38.98 લાખની કિંમતનો દારૂ, કન્ટેનર અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 49.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક અને ક્લીનરની ધરપકડ કરીને મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરાની મંજુસર પોલીસે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા ચાર દિવસમાં મંજુસર, વરણામા અને કરજણ પોલીસ મથકની હદમાંથી રૂપિયા 1 કરોડ ઉપરાંતનો દારૂનો ઝડપી પાડવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તે બાદ વધુ એક કાર્યવાહી સામે આવતા ગેરકાયદે દારૂનો ધંધો કરનારાઓના મનસુબા પર પ્રહાર થવા પામ્યો છે.

संबंधित पोस्ट

જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બાઈક સવાર ગંભીર સ્વરૂપે ઘાયલ થયો

Gujarat Desk

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

Karnavati 24 News

વડોદરામાં વિશ્વામિત્રી નદીના રીવાઇવલ માટેના પ્રોજેક્ટનો શુભારંભ

Gujarat Desk

જોરાવરનગર હિત રક્ષક સમિતિ દ્વારા મુસાફરોને સુવિધા મળે માટે સુરેન્દ્રનગર-ભાવનગર રૂટની લોકલ ટ્રેન શરૂ કરાવવા સાંસદને રજૂઆત કરવામાં આવી

Karnavati 24 News

નવસારીમાં ડ્રેનેજનો ખાળકૂવો બનાવતા બે મજૂરો ફસાયા

Gujarat Desk

ભિલોડાના દહેગામડા ગામનો કુલદીપ પટેલ અને મિત્ર યુક્રેનની બોર્ડરે ફસાયા, પરિવાર ચિંતિત

Karnavati 24 News
Translate »