Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બાઈક સવાર ગંભીર સ્વરૂપે ઘાયલ થયો



(જી.એન.એસ) તા.૯

જામનગર,

જામનગર નજીક ઠેબા બાયપાસથી અલિયાબાડા તરફ જવાના માર્ગે આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં જીજે 10 બીઆર 6508 નંબરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત એટલો જોરદાર હતો, કે ધડાકાની સાથે કારનું એક્સાઇડનું પડખું ચિરાયું હતું, જ્યારે બાઇકનો પણ ભૂકકો બોલી ગયો હતો. બાઈક ચાલક યુવાન બેશુદ્ધ થઈને માર્ગ પર ઢળી પડ્યો હતો, અને માર્ગ પર લોહીનું ખાબોચિયું ભરાઈને રેલા ઉતર્યા હતા.  આ અકસ્માતની જાણ થતાં અન્ય લોકો એકત્ર થઈ ગયા હતા, અને ઇજાગ્રસ્ત યુવાનને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે, જ્યારે પોલીસને આ બનાવની જાણ થવાથી પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. કારચાલક પોતાની કાર છોડીને ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

संबंधित पोस्ट

સુરતના સરથાણામાં નિર્દયતાથી પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

Gujarat Desk

અગાઉ લીઝ ઉપર આપેલા સારંગપુરના પ્લોટનો AMC કબજો લઈ ૧.૫૬ કરોડ ભાડુ વસૂલશે

Gujarat Desk

બાવળાનાં ઢેઢાળમાં એક કેમિકલ ફેક્ટરીમાં 2 શ્રમિકનાં મોત થતાં ચકચાર મચી ગયો

Gujarat Desk

સુરતના સચિન GIDC વિસ્તારમાં કંપનીના ગેટ પર સૂતેલા બાળક પર એક ટેમ્પો ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત

Gujarat Desk

ગુજરાત તાપમાનનો પારો વધ્યો; કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું

Gujarat Desk

કાગડાપીઠમાં પ્રેમસંબંધમાં હત્યાનો ચોંકાવનારો બનાવ : છરીના ઘા મારીને કર્યુ મર્ડર

Gujarat Desk
Translate »