(જી.એન.એસ) તા. 1
અમદાવાદ,
શહેરના વટવા વિસ્તારમાં આવેલી લીઓ ઇંગ્લિશ સ્કૂલને સેફ મોબિલીટી માર્ગદર્શિકા અને સહકાર માટે અમદાવાદ ખાતે પ્રથમ ઈનામ મળ્યું છે. આજના બાળકોના જીવનમાં માતા-પિતા નું જેટલુ મહત્વ હોય છે ને એટલુજ મહત્વ એક બાળકના જીવનમાં શાળા અને શિક્ષક નું હોય છે અને તેજ વાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતો દાખલો જોવા મળ્યો છે.
પ્રાપ્ત કરેલ સિદ્ધિ બાબતે લીઓ ઇંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપલશ્રી એ જણાવ્યું હતું કે, આ પહેલ દ્વારા અમે સડક સુરક્ષા, પદચારી-મૈત્રીપૂર્ણ માર્ગો અને વાહનવ્યવહાર વિશે જાગૃતતા ના કાર્યક્રમો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્થાનિક તંત્ર, ટ્રાફિક પોલીસ અને સામાજિક સંગઠનો સાથે મળીને, અમે ટ્રાફિક નિયમો, જવાબદાર ડ્રાઈવિંગ, હેલ્મેટ પહેરવી અને શહેરી વાહન વ્યવહારના વિકાસ માટે નવીન ઉકેલો અમલમાં મૂક્યા છે તેમજ આ સિદ્ધિ માટે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો નો હૃદયપૂર્વક આભાર. આ માન્યતા અમને સેફ અને સ્માર્ટ શહેર બનાવવા વધુ પ્રેરણા આપે છે.