(જી.એન.એસ) તા. 1
ડાકોર,
ભગવાન રણછોડરાયના ધામ ડાકોરમાં જુગાર રમતા તેર લોકોની મોનીટરિંગ સેલ (SMC) પોલીસે ધરપકડ કરી હતી. જુગાર રમતા ઝડપાયેલા લોકો પાસેથી પોલીસે રોકડ રકમ અને વાહનો મળીને રૂ.1,84,530 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. SMC ની ટીમને માહિતી મળી હતી કે ખેડાના ડાકોરમાં ગાંધીબાગ ગેટ પાસે ગોમતી ઘાટ ખાતે કેટલાક શક્સો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.
જેમાં જુગાર રમતા 13 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેતી પોલીસે રૂ.40,030 રોકડા અને ચાર વાહનો તથા 10 મોબાઈલ મળીને કુલ રૂ. 1,84,530 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓને બાદમાં ડાકોર પોલીસને સોંપવામાં આવ્યા હતા, હવે આ સમગ્ર મામલે વધુ તપાસ ડાકોર પોલીસ કરી રહી છે.