(જી.એન.એસ) તા. 13
નવસારી,
નવસારીમાં એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી જેમાં ડ્રેનેજ ના કામ માટે ખાળકૂવો બનાવતા બે મજૂરો ખાળકૂવામાં ફસાયા હતા. આ ઘટનામાં બે મજૂરો સ્ક્વેર હાઈટ બિલ્ડીંગના ડ્રેનેજનો ખાળકુવો બનાવતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટના ઈટાડવાથી એરૂ તરફ જતા માર્ગ પર બની હતી. જેમાં ખાળકુવાની દિવાલ ચણતી વખતે દિવાલનો ભાગ પડતા દુર્ઘટના બની હતી. જેમાં દિવાલનો ભાગ પડતા બે મજૂરો અંદર ફસાયા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે તરત દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી તે સિવાય નાયબ મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે મુશ્કેલીઓ બાદ બાદમાં બંને મજૂરોને બહાર કાઢી નવસારી સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.