Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

સાડીના વિવાદ માટે જીટીયુના પૂર્વ કુલપતિ અને રજીસ્ટ્રાર સામે થશે તપાસ

જીટીયુમાં પદવીદાન પહેલા સાડીનો વિવાદ સામે આવ્યો હતો જેમાં તપાસ કરવામાં આવશે. યુનિવર્સિટીના એટલે કે વિદ્યાર્થીઓના રુપિયેથી સાળી ખરીદી પત્નીઓને આપી હતી. ત્યારે આ મામલો બિચકાયો હતો અને વિવાદ પણ થયો હતો ત્યારે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જીટીયુના ભૂતપૂર્વ વીસી નવીન શેઠ અને વર્તમાન રજિસ્ટ્રાર સામે તપાસના આદેશ અપાયો હોવાની સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. સમગ્ર વિવાદ હવે સીએમ ઓફિસ સુધી પહોંચ્યો છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.આરટીઆઈમાં આ ખુલાસો થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં કોઈને કોઈ વાતને લઈને વિવાદ સામે આવતા હોય છે. ત્યારે  હોદ્દેદારોએ સાડી સરકારી રુપિયે ખરીદી હોવાનું સામે આવ્યું હતું. હોદ્દેદારોનો પત્ની પ્રેમ સરકારી પૈસે સામે આવ્યો છે.  અમદાવાદની દુકાનમાં આ માટે ઓર્ડર અપાયો હતો. આ ઉપરાંત અન્ય સ્ટાફે પણ 6 સાડીઓ ખરીદી હતી.

જીટીયુના અગાઉના 2022માં થયેલા પદવીદાન માટે આ સાડી ખરીદાઈ હતી. મળતી વિગતો અનુસાર એક સાડીની કિંમત 2700 છે. આ પ્રકારે યુનિવર્સિટીના રુપિયાથી પરીવારજનો માટે સાડી ખરીદવી એ કેટલા અંશે વાજબી છે.  જેને લઈને તપાસ થશે. ખાસ કરીને જીટીયુમાં એક ડ્રેસ કોડ આપવામાં આવતો હોય છે જે હિસાબથી એ ડ્રેસકોડ પહેરી સ્ટાફ વગેરે આવતા હોય છે ત્યારે ગત વખતે આ પ્રકારે ડ્રેસ કોડ આપવામાં આવ્યો હતો. જેમાં આ સાડીનો મુદ્દો આ વખતે ફેબ્રુઆરીમાં જીટીયુનો પદવીદાન સમારોહ આવ્યો હતો એ પહેલા જ વિવાદમાં સામે આવ્યો હતો. એક આરટીઆઈમાં આ સાડી ખરીદીનો વિવાદ સામે આવ્યો હતો.

संबंधित पोस्ट

 વડોદરાની નિશાકુમારીનું સાહસ: ચોવીસ કલાકમાં બે વાર તળેટી થી કેદારકંથા શિખરની ટોચ સુધી આરોહણ કરી શિખર પર થી સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યો…

Karnavati 24 News

बीजेपी अध्यक्ष जेपी नड्डा आज दोपहर 1:00 बजे जयपुर आएंगे

Admin

આકાશ સરકાર રાષ્ટ્રીય અધ્યક્ષ : અખબારી યાદી

Karnavati 24 News

SATPAL SHARMA & ORS V STATE OF PUNJAB & ORS

Admin

WEATHER UPDATE: गुजरात में फिर से भारी बारिश का कहर

Karnavati 24 News

मध्यप्रदेश राज्य में निकली नर्सों की भर्तियां अधिक जानकारी के लिए नीचे क्लिक करें

Karnavati 24 News