Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

શહેરી વિસ્તારમાં કુલ ૧૪ મિલકતોને પાલિકાએ મારી દીધા સીલ : ૩૩ કરોડની ડિમાન્ડની સામે ૮.પ૦ કરોડની ઉઘરાણી

પોરબંદર-છાંયા સંયુક્ત નગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં વિવિધ વેરાની વસુલાત કરવામાં આવે છે. પરંતુ કેટલાક આસામીઓ પાંચ-પાંચ વર્ષની વેરો ભરતા નથી. હવે આવા આસામીઓ વિરૂદ્ધ પાલિકાએ સીલનું શસ્ત્ર ઉપાડ્યું છે. એક સપ્તાહ પૂર્વે ૭ મિલ્કતોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ ૯ ફેબ્રુઆરી ગુરૂવારે વધુ ૭ આસામીઓની મિલ્કત સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ પાલિકા લાંબા સમયથી વેરો ન ભરનારા આસામીઓની મિલ્કતો સીલ કરશે.
શહેરી વિસ્તારમાં લાઇટ, પાણી, રોડ, સફાઇ સહિતની સુવિધા આપવા પાલિકા દ્વારા વેરાની ઉઘરાણી કરવામાં આવે છે. પરંતુ નાગરીકો સમયસર વેરો ભરતા નથી જેથી પાલિકા નાગરીકોને પૂરતી સુવિધા આપી શકતી નથી. પાલિકાએ ર૪ હજાર જેટલી નોટીસો પણ ફટકારવામાં આવી છે. પાલિકાના હાઉસ ટેક્ષ વિભાગના જણાવ્યા અનુસાર ર૦રર-ર૩ અને લાંબા સમયથી બાકી વેરા મળી કુલ ૩૩ કરોડની ડિમાન્ડ હતી. જેમાંથી ૮.પ૦ કરોડ જેટલી રકમની વસુલાત થઇ છે. હજુ પણ કરોડો રૂપિયાનો વેરો વસુલવાનો બાકી છે. જેમાં પોરબંદર શહેરની જૂની મહારાણા મીલ, એસીસી તેમજ અન્ય ફેકટરીઓનો ૧૦ કરોડ જેટલો વેરો બાકી છે. જે ખૂબ મોટી રકમ ગણી શકાય. પરંતુ આવા નામચીન ફેક્ટરીઓ એ પણ વેરો ભર્યો નથી. તે સિવાયનો પણ શહેરી વિસ્તારમાં કરોડોનો વેરો બાકી છે. પાંચ-પાંચ વર્ષથી વેરો ન ભરાનારાઓની ખેર નથી. પાલિકાના હાઉસ ટેક્ષ વિભાગે મિલ્કતો સીલ કરવાની કામગીરી ઝડપથી શરૂ કરી છે. એક સપ્તાહ પૂર્વે ૭ જેટલી મિલ્કતોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. ૯ ફેબ્રુઆરી ગુરૂવારે વધુ ૭ મિલ્કતો સીલ કરવામાં આવી હતી. હાઉસ ટેક્ષ વિભાગના અધિકારી વિપુલ ભટ્ટના જણાવ્યા મુજબ લાંબા સમયથી વેરો ન ભરનારા નાગરીકોને નોટીસો આપવામાં આવી છે. આમ છતાં આસામીઓ વેરો ભરવા આવતા નથી. જેથી નગરપાલિકાના ચિફ ઓફિસરના આદેશ મુજબ હાઉસ ટેક્ષ વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. નગરજનોને પાલિકાએ  અપીલ કરી છે કે બાકી વેરા ધારકો તાત્કાલીક વેરો ભરી આપે નહીંતર મિલ્કતો સીલ કરવામાં આવશે.

संबंधित पोस्ट

सत्येंद्र जैन के घर फिर छापा: ईडी ने 7 जगहों पर छापेमारी की, दिल्ली के स्वास्थ्य मंत्री 9 जून तक हिरासत में

Karnavati 24 News

આજે ભાજપમાં જોડાઈ શકે છે કન્નડ ફિલ્મ સ્ટાર કિચ્ચા સુદીપ, કર્ણાટક ચૂંટણીમાં ભગવા પાર્ટીને આ રીતે થશે ફાયદો 

Admin

अल्बनीस ने भारत में ऑस्ट्रेलियाई प्रतिनिधिमंडल का स्वागत करने के लिए प्रधान मंत्री मोदी को दिया धन्यवाद

Karnavati 24 News

ज्ञानवापी के पांच केस की पावर ऑफ अटॉर्नी सीएम योगी को।

Admin

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર વધુ એક પ્રહાર, કહ્યું- ઈલારા પર કોણ નિયંત્રણ કરે છે?

Karnavati 24 News

Assembly Election Results 2022: इन सेलेब्स ने दी BJP और AAP को जीत की बधाई

Karnavati 24 News
Translate »