Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 સમગ્ર ગુજરાત અને દેશની તુલનાએ વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યો:- IG પાંડિયન

સુરત રૂરલ સહિત દક્ષિણ ગુજરાતના રેન્જ IG રાજકુમાર પાંડિયન શુક્રવારે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં. જેમાં IG પાંડિયને સૌ પ્રથમ વલસાડ ખાતે પોલીસ જવાનોની પરેડ નિહાળી જિલ્લા પોલીસવડા કચેરી ખાતે જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી જિલ્લાના વાપી સહિતના પોલીસ મથકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન વાપી ટાઉન ખાતે પોલીસ અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા કરી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત રેન્જમાં આવતા 4 જિલ્લાની પોલીસે ઐતિહાસિક સફળતા મેળવી છે. વર્ષ 2016 બાદ વર્ષ 2021માં આ રેન્જમાં સમગ્ર દેશના અન્ય ક્ષેત્ર ની તુલનાએ 50 ટકા ક્રાઈમ રેટ ઘટ્યો છે. વલસાડ, નવસારી, ડાંગ અને સુરત રૂરલ પોલીસે ટીમ વર્ક કરી ગુન્હાઓ ઉકેલી આ સફળતા મેળવી છે.

IG રાજકુમાર પાંડિયને વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની સરહદને જોડતો જિલ્લો છે. એટલે અહીં દર વર્ષે 31st નાઈટ પાર્ટીમાં પ્રોહીબિશનના કેસ વધુ નોંધાય છે. જે માટે દર વર્ષે વિશેષ નાકાબંધી કરી પ્રોહીબિશન ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ આ ઝુંબેશ હાથ ધરાશે. જે માટે જિલ્લાની સરહદે ઉભી કરેલી કાયમી નાકાબંધી ઉપરાંત શિફ્ટિંગ નાકાબંધી રહેશે. જે eliminator surprise હશે. એ ઉપરાંત દારૂડીઓ પર કાર્યવાહી કરવા દમણ પોલીસ સાથે સંકલન સાધી કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં IG વાર્ષિક ઇન્સ્પેકશન ભાગરૂપે આવ્યાં હતાં. જેમાં પોલીસ પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વાપી ટાઉન પોલીસ મથકે અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી. જે દરમ્યાન વાપી પાલિકાના નવનિયુક્ત પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ અને કારોબારી ચેરમેન મિતેષ દેસાઈએ પણ શુભેચ્છા મુલાકાત લઈ પાલિકા વિસ્તારમાં જળવાયેલ કાયદો વ્યવસ્થા અંગે આભારની લાગણી પ્રગટ કરી આવનારા દિવસોમાં તેને વધુ શુધ્ધડ બનાવવા રજુઆત કરી હતી.

संबंधित पोस्ट

ધનસુરા પોલીસે ફોર્ચ્યુનરમાંથી 4.27 લાખનો શરાબ ઝડપ્યો, પોલિસને ચકમો આપી બુટલેગર ફરાર

Admin

પેરિસથી આવેલા પાર્સલમાં 15 કરોડનું ડ્રગ્સ મળ્યું, મુંબઈ એરપોર્ટ પર DRIની કાર્યવાહી

Admin

પારડીમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિરોધપક્ષના નેતાએ આવેદનપત્ર આપી રજુઆત કરી

Karnavati 24 News

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં છેડતીથી પરેશાન વિદ્યાર્થિનીઓએ પોતાને ઘરમાં કેદ કરી લીધા

Karnavati 24 News

कलयुगी पत्नी ने पति को करंट लगाकर तड़पा तड़पा कर मारा

Admin

સુપ્રીમ કોર્ટે બળાત્કાર અને હત્યાના દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી

Admin