Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

મેઘરજ બેદી બ્લાસ્ટ : પતિએ કમરમાં ડિટોનેટર બેલ્ટ બાંધી પત્નિને ઉડાવી દીધી, પતિનું પણ મોત

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના સનકી પતિએ આત્મઘાતી બ્લાસ્ટ કરી પત્નિને મોતને ઘાટ ઉતારી દીધી છે. 24 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે મેઘરજના બીટી છાપરા પંથકમાં ભેદી બ્લાસ્ટ થયો હતો, જેને લઇને પોલિસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને પોલિસે તપાસ હાથ ધરતા ડિટોનેટર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.અરવલ્લી જિલ્લા નાયબ પોલિસ વડા ભરત બસિયાએ જણાવ્યું હતું કે, પતિ સાથે લડાઈ ઝઘડા થતાં હોઇ પત્નિ તેના પિયર આવી ગઇ હતી. આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર મહિલાનો પતિ અને આરોપી લાલાભાઈ સોમાભાઈ પગી, મોડાસા તાલુકાના મુલોજ ગામનો રહેવાસી છે, અને તેની પત્નિને મારઝૂડ અને હેરાન-પરેશાન કરતા હતા, જેને લઇને પત્નિ શારદાબહેન પગી પિયર આવી ગયા હતા. ત્યારે 24 ફેબ્રુઆરીના રોજ આરોપી પતિ પોતાની કમર પર પથ્થર તોડવાના ડિટોનેટરનો બેલ્ટ બાંધી પત્નિને બાથે ભીડી કેપ ફોટતા થિથડે-થિથડા ઊડી ગયા હતા. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર બીટીછાપરા ગામના શારદાબેન પગીના લગ્ન મુલોજનાં ડેરા ડુંગરી ગામના લાલાભાઇ સાથે થયા હતા લગ્નના સુખી સંસારના ભાગરૂપે ૨૦ વર્ષીય એક પુત્ર પણ છે શારદાબેન પગી તેમના પિયર બીટી છાપરામાં આવ્યા હતા ત્યારે ગુરુવારે રાત્રે તેમનો પતિના મગજમાં જાણે હત્યાનું ભૂત સવાર થયું હોય તેમ કમરમાં ડાયનામાઇટ (જેલીટીન કેપ) વીંટાળી બીટીછાપરા પહોંચી તેના પત્ની શારદાબેનને ઘર બહાર બોલાવી ભેટી પડતાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ કરતા શારદાબેનના શરીરના ફૂરચેફૂરચા ઉડી જતા ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું જયારે લાલાભાઇના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા દર્દથી કણસી રહ્યો હતો ભેદી બ્લાસ્ટના પગલે લોકો દોડી આવ્યા હતા અને દ્રશ્ય જોઈ ચોકી ઉઠ્યા હતા પતિએ પત્નીની હત્યા કરવા એક્પ્લોઝીવ ડિવાઇસનો ઉપયોગ કરતા ઘટનાસ્થળે પહોંચેલી ઈસરી પોલીસ પણ ચોકી ઉઠી હતી આ અંગે જીલ્લા પોલીસવડાને જાણ કરતા જીલ્લા પોલીસવડા સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ડિટોનેટર બ્લાસ્ટમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત સારવાર બાદ મોત નિપજ્યું છે.સમગ્ર ઘટનાને પગલે પોલિસે કયા કારણોસર આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ડિટોનેટર બ્લાસ્ટને લઇને આઈપીસી કલમ 302, 286 તેમજ એક્સપ્લોઝિવ એક્ટ 1884, એક્સપ્લોઝિવ સબસ્ટેન્સ એક્ટ 1908 અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

झूठ बोल रहा ड्रैगन, विदेश मंत्रालय ने किया साफ, पूरी तरह नहीं हुई चीनी सैनिकों की वापसी

Admin

 સેલવાસમાં લોનના નામે 30,000ની છેતરપીંડી કરનાર આરોપીની બિહારથી ધરપકડ

Karnavati 24 News

દિવાળી તહેવાર દરમ્યાન ભડકમોરા-સુલપડમાં જુગાર રમતા 9 જુગારીયાઓની ટાઉન પોલીસે ધરપકડ કરી

Admin

ડ્રોનની મદદથી 11 ખેતરમાં ખેતીની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ,બાયડના વાઘવલ્લા ગામમાં ગાંજાની વ્યાપક ખેતી`

Admin

વ્યારામાં ઇંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

Karnavati 24 News

राजस्थान की किशोरी से अलवर में सामूहिक दुष्कर्म, 8 लोगों पर आरोप : पुलिस

Admin