Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

મોરબીના વેપારીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ૨૫ લાખની ખંડણી માંગી ધમકીની ફરિયાદ

મોરબીના વેપારીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ૨૫ લાખની ખંડણી માંગી ધમકીની ફરિયાદ

વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી

મોરબી શહેરના વાવડી રોડ પર રહેતા અને સિરામિક ટાઈલ્સના વેપારીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે મેસેજ અને ફોન કરીને ૨૫ લાખ રૂપિયાની માંગણી કરી વેપારી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી છે જે બનાવ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના નાની વાવડી રોડ પર રાધા પાર્ક સોસાયટીમાં રહેતા અનિલભાઈ વલ્લભભાઈ કગથરા પીપળી રોડ પર સાપર ગામની સીમમાં આવેલ સ્કાય ટચ સિરામિક ફેકટરીના ભાગીદાર છે જેઓએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા ૨૮-૦૭ ના રોજ રાત્રીના તેઓ જમીને પરિવાર સાથે સુઈ ગયા હતા અને સવારે મોબાઈલ ચેક કરતા વોટ્સએપમાં અજાણ્યા નં + ૧ (૪૨૫) ૬૦૬_૪૩૬૬ પરથી તા ૨૯-૦૭ ના ૦૨ : ૧૨ વાગ્યાથી ૦૨ : ૨૪ દરમિયાન મેસેજ આવ્યા હતા જેમાં અંગ્રેજીમાં મિસ્ટર અનીલ કગથરા લોરેન્સ બિશ્નોઈ ગેંગ કી ઓર સે મેસેજ હે આપકો ત્યારબાદ ફરી મેસેજ આવ્યા હતા જેમાં ૨૫ પેટી ચાહિયે હમકો નહિ તો અપુન કા પંટર લોગ અનીલ કગથરા ઓર પ્રશાંત કગથરા કો ઠોક દેગા જેવા ધમકી ભર્યા મેસેજ મળ્યા હતા

એવા અનેક ધમકીભર્યા મેસેજ મળ્યા હતા જેથી ગભરાઈને ફરિયાદીએ ભાગીદાર હરેશ કગથરા અને હિરેન ચાડમીયા તેમજ મિત્ર વિજયભાઈ મોરડિયાને જાણ કરી હતી અને ફરિયાદી ફેક્ટરીએ ગયા ત્યારે પણ ધમકી ભર્યા મેસેજ ચાલુ જ હતા અને પચ્ચીસ લાખ રૂપિયા SBI બેંક એકાઉન્ટ નંબર ૨૦૪૨૧૦૨૧૧૨૭ IFSC SBI ૦૦૦૦૧૯૦ બ્રાંચ સુપલ એકાઉન્ટ નામ એમ ડી યાસીન વાળામાં મોકલી આપવા ધમકી ભર્યા મેસેજ ચાલુ હતા દરમિયાન વોટ્સએપ કોલ કરીને હિન્દી ભાષામાં વાત કરી ૨૫ લાખ મોકલી આપવા ધમકી આપી પોલીસને જાણ નહી કરવા ધમકીઓ આપવામાં આવી હતી

તેમજ બાદમાં વોટ્સએપમાં પૈસા નહિ દોગે તુમ જવાબ દો તેવો મેસેજ મોકલી તુરત રિવોલ્વર અને કાર્ટીસ વાળો વિડીયો મોકલ્યો હતો જે વિડીયો જોતા એક ભાઈ હાથમાં રિવોલ્વર લઈને નીચે કરી ટ્રીગર દબાવી બાજુમાં કાર્ટીઝ પડેલા જોવા મળ્યા હતા તેમજ સતત ધમકી મળતા તેઓ ખુબ ગભરાઈ ગયા હતા સાંજે ૦૪ : ૦૯ કલાકે વોટ્સએપમાં મેસેજ કરી ફોન પે, ગૂગલ પે અને પેટીએમ ચંદનકુમાર ૭૭૬૬૯૪૬૮૦૩ નો મેસેજ આવ્યો હતો જેથી ફરિયાદી અને તેના પરિવારને જોખમ લાગતા પોલીસ મથકમાં જાણ કરી હતી તેમજ ફરિયાદ મોડી થવાનું કારણ પણ જણાવ્યું હતું જેમાં મોબાઈલ ધારકે આ બાબતેની પોલીસને કોઈ જાણ નહિ કરવાની ધમકી આપી હતી જેથી ગભરાય ગયા હોવાથી ફરિયાદ મોડી કરી હોવાનું જણાવ્યું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મોબાઈલ નંબરના આધારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

संबंधित पोस्ट

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

વાપીમાં ઘરેથી હજાર રૂપિયા લઈ શાળાએથી ભાગી જનાર બાળક રાજસ્થાનથી મળ્યો

Karnavati 24 News

ફતેપુરા તાલુકાના ડુંગરા ગામ ફોરવીલર ગાડીના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા વ્યક્તિને અડફેટે લેતા રાહદારી મોતને ભેટ્યો..

Admin

 મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ MD નિશિથ બક્ષીને ₹25,000નો દંડ કરાયો, હજી 144 સેમ્પલનાં ચુકાદા બાકી

Karnavati 24 News

રાજકોટમાંથી મોટું જુગાર ક્લબ પકડાયું: પોલીસ દ્વારા ૧૫ જુગારી સાથે ૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

સુરત:મિલો માંથી કેમિકલયુક્ત પાણી છોડાતા કીમ નદી ફરી એક વાર બની દૂષિત,દૂષિત પાણીથી કીમ નદીમાં અસંખ્ય માછલાંઓના મોત.

Karnavati 24 News
Translate »